________________
( ૮ )
પન્યાસજી મહારાજ શ્રી કચનેવિજયજી
આ વખતે ચુડા નિવાસી શા. ઉમેચ'દ મલુકચંદ પંન્યાસજી મહારાજને વંદન કરવા આવ્યા. તેમણે પન્યાસજી મહારાજનું વ્યાખ્યાન પૂર્ણ થતાં શ્રીફળની પ્રભાવના કરી, તથા પાલીના સંઘમાં દરેક ઘેર જરમન–સીલ્વરના વાટકાની લાણી કરી. વળી પન્યાસજી મહારાજના સદુપદેશથી તેમણે શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરજીના જીર્ણોદ્ધાર માટે તથા ટેકરીના દેરાસરજીના જીર્ણોદ્ધાર માટે અઢી હજાર રૂપિયા પાલીના શ્રીસ'ધને અર્પણ કર્યાં.
ચતુર્માસ પૂર્ણ થતાં પન્યાસજી મહારાજે પેાતાના શિષ્યપરિવાર સાથે પાલીથી વિહાર કર્યાં. અને આઉવા, જાકાડા, શિવગજ તથા નાવી થઇ જોગાપરા આવ્યા. અહીંના સ`ઘમાં ઘણા વખતથી કુસંપ ચાલ્યા આવતા હતા, પન્યાસજી મહા રાજ સંવત્ ૧૯૯૭ ની સાલમાં જોગાપરા આવેલા ત્યારે તેઓશ્રીએ સદુપદેશ આપી એ કુસ'પ દૂર કરાબ્યા હતા. જેથી સંઘમાં કેટલેાક વખત સંપ અને સહકારની સુવાસ ફેલાણી હતી. પરંતુ કેટલાક લેશપ્રિય ભાઈઓની દારવણીથી સંઘમાં વળી પાછે। કુસંપ પેઠા હતા. પંન્યાસજી મહારાજે પ્રયાસ કરી તથા સદુપદેશ આપી એ કુસંપ દૂર કરાબ્યા. ત્યારબાદ તેઓશ્રી જોગાપરાથી વિહાર કરી જાવાલ પધારતાં સંઘ તરફથી ભવ્ય સામૈયું થયું. અહીં મઢારનિવાસી આસવાળજ્ઞાતિના પરમવૈરાગી સંતાકમ્હેન દીક્ષા અંગીકાર કરવા આવ્યા. તેમની સાથે તેમના શ્વશુર પક્ષના દિયર વિગેરે તથા પિયર પક્ષના માણસા આવ્યા હતા. તેમના તરફથી ઠાઠમાઠથી દીક્ષાના વરઘેાડા ચડાવવામાં આવ્યેા. વળી તેમના તરફથી પૂજા, પ્રભાવના, આંગી તથા સામિક વાત્સલ્ય