________________
(૭૨)
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
ત્યારબાદ પંન્યાસજી મહારાજ મારવાડીને વડેથી કૃષ્ણ નગરના ઉપાશ્રયે પધાર્યા. ત્યાં તેઓશ્રીએ છ આયંબિલ ઉપર અટ્ટમ તપ કરી ચિત્રી ઓળીની આરાધના કરી. વળી શા. કાંતિલાલ છગનલાલ દડીવાળા તરફથી ચૈત્રી પુનમના દેવ વંદાવ્યા. ત્યારબાદ ભાવનગરથી વિહાર કરી પાલીતાણા પધાર્યા અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર શ્રી આદીશ્વર દાદાનાં દર્શન-વંદન કરી પરમ આહલાદ પામ્યા. પંન્યાસજી મહારાજે પિતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વૈશાખ વદિ ૬ના રોજ વિહાર કર્યો, અને સાથળી તથા દેવળીયા થઈ શ્રી તાલદેવજ તીર્થની યાત્રા કરી. તળાજામાં થોડા દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી ભાવનગર પધાર્યા, અને ત્યાં મારવાડીને વડે ઉતર્યા. ભાવનગરના ભાવિક સંઘની આગ્રહભરી વિનતિથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીશ્વરે સંવત ૨૦૦૫ નું ચતુમસ ભાવનગરમાં કરવાનું સ્વીકાર્યું છે, અને હાલમાં તેઓશ્રી પોતાના શિષ્ય-પરિવાર સાથે ભાવનગરમાં-મારવાડીના વંડામાં બિરાજે છે.
ભાવનગર. ).
નિવેદક, સંવત ૨૦૦૫ -
ગુરૂદેવચરણે પાસકઅશાડ શુદિ ૧૫ રવિવાર ) ધીરજલાલ પ્રભુદાસ વેલાણી
પાલીતાણા–શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસમાં
શા. અમરચંદ બેચરદાસે છાપ્યું.