________________
(૪૮).
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
1
,
મધુર સંગીત સાથે જુદી જુદી પૂજાએ ભણાવાઈ પ્રભાવના કરવામાં આવી, ચિત્તને આહલાદ પમાડે તેવી અંગરચના થઈ, તથા હમેશાં શત્રે ભાવના ભાવવામાં આવતી હતી. તપસ્યા નિમિત્તે ઠાઠમાઠથી અઠ્ઠાઈ–મહત્સવ થયો, તથા એક સંગીતમંડલીની સ્થાપના કરવામાં આવી. પર્યુષણ પૂર્ણ થતાં નવકારશી થઈ. પંન્યાસજી મહારાજના સદુપદેશથી જાવાલના પંચે એ ઠરાવ કર્યો કે, કેઈએ એવું મૂકવું નહિં, એઠું મૂકનારે સવાપાંચ આના દંડના ભરી દેવા. વળી એક થાળીમાં ભેગા બેસીને જમવું નહિં. આ પંન્યાસજી મહારાજના સદુપદેશથી જાવાલના શેઠ શંકર હરજી પિરવાડ તરફથી કારતક વદિ પાંચમના રેજ ઉપધાન શરૂ કરાવવામાં આવ્યા, જેમાં શ્રાવકભાઈઓ તથા શ્રાવિકા બહેનેએ મળી ૩૫૦) માણસોએ પ્રવેશ કર્યો. માળ પ્રસંગે શેઠ શંકર હરજી તરફથી પાંચ છેડનું ઉજમણું કરવામાં આવ્યું. પિષ શુદિમાં શેઠ હકમાજી તેજાજીના નેરામાં નાણ મંડાવવામાં આવી. અને હજારે માણસોની મેદની વચ્ચે પંન્યાસ શ્રી કંચનવિજયજી મહારાજના શુભહસ્તે ધામધૂમથી તપસ્વીઓને માળ પહેરાવવામાં આવી. એ જ દિવસે ઉદાર દિલના શેઠ શંકર હરજીએ નવકારશી કરી, તથા આખા ગામમાં ધૂમાડે બંધ કરાવી અઢારે નાતને મિષ્ટાન્ન ભોજન કરાવ્યું. વળી તેમણે ૩૫૦ તપસ્વીઓને રૂપાના વાટકાની પ્રભાવના કરી. મળેલી શુભ લક્ષ્મીને સદ્વ્યય કર્યો. તે સિવાય ભિન્ન ભિન્ન ગૃહસ્થાએ પણ તપસ્વીઓને કિંમતી વસ્તુઓની પ્રભાવના કરી હતી. ઉપધાન તથા ઉજમણા પ્રસંગે શેઠ શંકર હરજીએ પચ્ચીશહજાર રૂપિયાને સદ્વ્યય કર્યો હતે. જાવાલના