________________
(ર)
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી જોટાણું જઈ આજ્ઞા લઈ આવ્યા, જેથી પંન્યાસજી મહારાજે ખ્યાવર આવવાની સમ્મતિ આપતાં ખ્યાવરવાળા ઘણાજ ખુશી થયા, અને તેઓ પાછા ખ્યાવર ગયા, ત્યારબાદ પંન્યાસજી મહારાજ ઘોઘાથી વિહાર કરી ભાવનગર આવ્યા, ત્યાં ચિત્રી ઓળી કરી, અને ચૈત્રી પૂનમના દેવ વંદાવ્યા.
ભાવનગરથી પંન્યાસજીશ્રી કંચનવિજયજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે ચૈત્ર વદિ ૧ ના રોજ વિહાર કર્યો, અને વિચરતા વિચરતા જેઠ વદિ ૧૧ ના રોજ ખ્યાવરથી પાંચ ગાઉ દૂર સુંદ્રા નામના ગામમાં પહોંચ્યા. પંન્યાસજી મહારાજ સેંદ્રા આવી ગયા છે, એવા સમાચાર મળતાં ખ્યાવરથી ૫૦૦ શ્રાવક-શ્રાવિકાઓ સેંઢા સામા આવ્યા, અને ત્યાં સાધર્મિક વાત્સલ્ય :. સેંદ્રાથી પંન્યાસજી મહારાજ ખ્યાવર પધાર્યા, અને ખ્યાવરની બહાર કાળુરામ કાંકરીયાની ધર્મશાળામાં ઉતર્યા. અહીં પાંચેક દિવસ રેકાયા બાદ અસાડ શુદિ ૩ ના રેજ બ્યાવર શહેરમાં પ્રવેશ કરતાં સંઘ તરફથી ઠાઠમાઠથી સામૈયું થયું. દેરાસરજી પાસેના ઉપાશ્રયમાં ઉતર્યા. ખ્યાવરના સંઘની આગ્રહબરી વિનતિથી પંન્યાસજી મહારાજે સંવત્ ૨૦૦૧ નું ચતુર્માસ ખ્યાવરમાં કર્યું. પંન્યાસજી મહારાજ વ્યાખ્યાનમાં હંમેશાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા ભાવનાધિકારે યુગાદિ દેશના વાંચતા. તેઓશ્રીની વૈરાગ્યવાહિની દેશનાની સુવાસ ચતરફ પ્રસરી ગઈ, જેથી મૂર્તિપૂજક શ્રાવકશ્રાવિકા ઉપરાંત સ્થાનકવાસી, તેરાપંથી, અને દિગંબર ભાઈ-બહેનો પણ વ્યાખ્યાન સાંભળવા આવતા. વળી જૈનેતર પણ ઘણા ભાઈઓ દેશનાને લાભ લેવા ટાઈમસર હાજરી આપતા. તેઓશ્રીના સદુપદેશથી પયુંષણ પ્રસંગે મારવાડી