________________
(૧૮)
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી મેઘશ્રીજીના શિષ્યા કર્યો. આ વખતે શિવગંજ નિવાસી શેઠ ટેકચંદજી પિરવાડના સૌભાગ્યવંતા ધર્મપત્ની પરમ વૈરાગી બહેન રતન પાલીતાણું દીક્ષા લેવા આવ્યા હતા. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સૌ. બહેન રતનને તેમના પતિની અનુમતિથી સંવત ૧૯૮ ના વૈશાખ વદિ ૬ ના રોજ ચતુર્વિધ સંઘની હાજરી વચ્ચે ભાગવતી દીક્ષા આપી તેમનું નામ સાધ્વીજી શ્રી સુર્યોદયાશ્રીજી રાખ્યું, અને તેમને સાઠવીજી શ્રી ઈન્દ્રશ્રીજીના શિષ્યા કર્યા.
ત્યારબાદ પંન્યાસજી મહારાજે પિતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો, અને વિચરતા વિચારતા ભાવનગર વડવાના ઉપાશ્રયે પધાર્યા. વડવાના સંઘે ચતુર્માસ માટે આ ગ્રહભરી વિનતિ કરી, જેથી પંન્યાસજી મહારાજે સંવત ૧૯૮નું ચતુર્માસ ભાવનગર–વડવાના ઉપાશ્રયે કર્યું.
માસામાં પંન્યાસજી મહારાજ હમેશાં વ્યાખ્યાનમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા ભાવનાધિકારે યુગાદિ દેશના વાંચતા હતા, જેમાં વડવાના શ્રાવક-શ્રાવિકા ઉપરાંત ગામમાંથી પણ કેટલાક ભાઈ-બહેને નિયમિત હાજરી આપતા. તેઓશ્રીના સદુપદેશથી વિવિધ પ્રકારની તપસ્યા, પૂજા, પ્રભાવના વિગેરે ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થયાં હતાં. તેઓશ્રીએ આ માસની એળીમાં અઠ્ઠાઇની તપસ્યા કરી. સંવત ૧૯ ના માગશર શુદિ ૬ના રેજ. નાણ મંડાવી પંન્યાસજી મહારાજે સાધ્વીજી શ્રી સૂર્યોદયાશ્રીજીને વડી દીક્ષા આપી, તેમને સાઠવીજીશ્રી ઇન્દ્રજીના શિષ્યા કર્યા.
ત્યારબાદ પંન્યાસજીશ્રી કંચનવિજયજી મહારાજે પોતાના શિષ્ય-પરિવાર સાથે ભાવનગરથી વિહાર કર્યો, અને અનેક