________________
ગણિવર્ય નુ ટુંક જીવન ચરિત્ર
(43)
અગ્રેસર શેઠ ફેાજમલજી કારટા આવ્યા, તેમણે પંન્યાસજી મહારાજને જોગાપરા પધારવા આગ્રહભરી વિનંતિ કરી; જેથી પુન્યાસજી મહાસજ કારટાથી વિહાર કરી જોગાપરા આવ્યા. તે દિવસે સાધર્મિક વાત્સલ્ય થયું. જોગાપરાના સંઘમાં બેહદ કુસ’પ હતા, પન્યાસજી મહારાજે ઘણા જ પ્રયાસ કરી, તથા સદુપદેશ આપી કુસંપ દૂર કરાવ્યેા. જોગાપરામાં ત્રણ દિવસ રાકાયા મદ ત્યાંથી વિહાર કરી. પાછા કારટા આવ્યા. ત્યાંથી વિહાર કરી નવી પધારતાં ત્યાંના શ્રી સંઘ તરફથી સામૈયું થયું'. નેવીમાં શ્રાવકાની સેા ઘરની ટુકી વસ્તી હૈાવા છતાં એ નાનકડા સંઘમાં તડ પડી ગયા હતા, કુસ'પ ઘણા હતા; જેથી દેરાસરજી તૈયાર હાવા છતાં પ્રતિષ્ઠા થઇ નહેાતી. ઘણા વખતથી દેરાસરજીની સારસભાળ ન લેવાયાથી ભીંતામાં ચીરાડ પડી ગઈ, કેટલેક સ્થળે ઝાડ ઉગી ગયા, દરવાતને વણખેાલ્યા તાળા લગાવ્યા હતા. આવી દુઃખદ પરિસ્થિત્તિ જોઇ પન્યાસજી મહારાજને ઘણા ખેદ થયા. તેઓશ્રીએ સ ંઘને એકઠા કર્યાં, અને ઘણાજ પરિશ્રમ વેઠી તથા સદુપદેશ આપી કુસપ દૂર કરાવ્યેા; જેથી સંધમાં અનહદ આનંદ ફેલાયા. એ નવકારશી થઇ, જેમાં બધાય શ્રાવક શ્રાવિકાઓ ભેગા બેસીને જમ્યા. ત્યારમાદ પન્યાસજી મહારાજના સદુપદેશથી શ્રી સંઘે સલાટા ખેલાવી દેરાસરજીનું રીપેર કામ ચાલુ કરાવી દીધું. આ અરસામાં શીલધરના સંઘના અગ્રેસર શેઠે પુનાજી રામાજી વિગેરે નાવી આવ્યા, તેમણે કહ્યું કે, અમારે શ્રી સિદ્ધાચલજીને છરી પાળતા સંઘ કાઢવાની ભાવના છે, માટે આપ શીલધર પધારે. આપ આવ્યા ખાદ નક્કી થશે. આ પ્રમાણે શીલધર પધારવા તેમણે કરેલી વિનતિ પન્યાસજી મહારાજે સ્વીકારતાં શીલધરથી આવેલા સધના અગ્રેસર પાછા શીલધર ગયા.