________________
હજ પ્રકારની
આચાર્ય
તે
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર ૧૯૪ નું ચતુમસ ગુરુદેવ સાથે પાટણમાં કર્યું. પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના સંયમશીલ વિનયી અને વિદ્વાન શિષ્યરત્ન મુનિરાજ શ્રી જગતવિજયજી અસાડ વદિ ૧૧ ના રોજ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. તેમના શુભ નિમિત્તે શ્રાવણ શુદિ ૨ થી અઠ્ઠાઈ–મહોત્સવ સુંદર રીતે ઉજવા. વળી તેમના શુભ નિમિત્તે ઘણા શ્રાવક-શ્રાવિકાઓએ વિવિધ પ્રકારની તપસ્યા, યાત્રા, પિસહ, સામાયિક વિગેરે કહ્યા, ચોમાસામાં આચાર્યજી મહારાજ હંમેશાં વ્યાખ્યાન વાંચતા હતા, પરંતુ તેઓશ્રીની તબિયત નરમ થઈ જવાથી બે મહિના પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવયે વ્યાખ્યાન વાંચ્યું હતું. તેઓશ્રીએ પર્યુષણમાં અઠ્ઠાઈની તપશ્ચર્ષા કરી. આચાર્યજી મહારાજના સદુપદેશથી પાટણમાં ઉપધાન કરાવવામાં આવ્યા, તેની કિયા પંન્યાસજી મહારાજે કરાવી હતી.
તપસ્વીઓને ઉપધાનની માલારોપણ વિધિ પૂર્ણ થતાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણીએ ગુરુદેવની આજ્ઞાથી શિષ્ય-પરિવાર સાથે પાટણથી વિહાર કર્યો, અને વઢવાણ થઈ લીંબડી આવ્યા. ત્યાં થોડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી ભાવનગર પધારતાં ઠાઠમાઠથી સામૈયું થયું. પંન્યાસજી મહારાજ ભાવનગર પધારતાં તેઓશ્રી પાસે ભાવનગર નિવાસી ભાવસાર ભાયચંદ જેરામભાઈ નાવડીયાને દીક્ષા અંગીકાર કરવાની ઉત્કટ ભાવના જાગૃત થઈ. તેમણે પિતાના ધર્મપત્ની બાઈ જીવી તથા પુત્ર ભાઈ રતિલાલ વિગેરેની સમ્મતિ મેળવી, અને એ હકીકત તેમણે પંન્યાસજી મહારાજને જણાવતાં તેઓશ્રીએ પણ અનુમતિ આપી. દીક્ષાના આંગલિક પ્રસંગે વડવામાં આવેલા તેમના ઘેરથી ઠાઠમાઠથી વરઘોડે ચડયો, અને દાદા