________________
(૩૮)
પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી ગુંદીગરા વિગેરે તરફથી પાલીતાણાને છરી પાળતો સંઘ કાઢવામાં આવ્યું. કેળીયાકમાં ઉપધાન થયા ત્યારે રાણપુર નિવાસી શેઠ નાગરદાસ પુરૂષોત્તમદાસના ભત્રીજા શેઠ ડુંગરશી કસ્તુરચંદ કેળીયાક આવ્યા હતા, અને તેમણે પણ ઉપધાન કર્યા. એ વખતે વૈરાગ્યવાસીત ડુંગરશીભાઈને દીક્ષા લેવાની ભાવના થઈ હતી, અને એ હકીકત તેમણે પંન્યાસજી મહારાજને જણાવેલી. તેઓ કેળીયાકથી પાલીતાણાના છરી પાળતા સંઘ સાથે આવ્યા. સંઘને મુકામ થેરડી ગામમાં થયે ત્યારે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સંવત ૧૯૨ના માગશર વદિ ૬ના રોજ શેઠ ડુંગરશી કસ્તુરચંદને ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ સુનિશ્રી મહોદયવિજયજી રાખ્યું, અને તેમને પોતાના શિષ્ય કર્યા.
પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પિતાના શિષ્યો તથા સંઘ સાથે શેરડી થી વિચરતા વિચરતા પાલીતાણા પધાર્યા અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર સંઘવીને તીર્થમાળ પહેરાવી, તથા શ્રી આદીશ્વર દાદાનાં દર્શન-વંદન કરી આત્મિક ઉલ્લાસ અનુભવ્યો. પાલીતાણામાં ચેડા દિવસની સ્થિરતા કરી ત્યાંથી પિતાના શિષ્યો સાથે વિહાર કર્યો, અને ઘેટી, જેસર, દેપલા, છાપરીયાળી તથા દાઠા થઈ મહુવા ગયા; અહીં નાણ મંડાવીને પિતાના શિષ્ય મુનિરાજ શ્રી મહાદયવિજયજીને ફાગણ માસમાં વડી દીક્ષા આપી. ત્યારબાદ મહુવાથી વિહાર કરી તલાજા આવ્યા, અને ત્યાં ચૈત્રી ઓળી કરી. ચિત્રી-પુનમના દેવવંદન પ્રસંગે મોટે સમીયાણો ઉભો કરવામાં આવ્યું, તેમાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે દેવવંદન કરાવ્યું. એ