________________
(૩૬)
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી ગામોમાં વિચરતાં વિચરતા ભાવનગર પધાર્યા. ત્યાં થોડા દિવસની સ્થિરતા કરી શિહેર, દેવગાણ વિગેરે શહેરો તથા ગામમાં વિચરી પાછા ભાવનગર આવ્યા. અહીં ચતુર્માસ માટે કેળીયાકના સંઘની વિનતિ આવતાં ગુરુદેવની આજ્ઞાથી પંન્યાસજી શ્રી કંચનવિજયજી પિતાના શિષ્યરત્ન મુનિરાજ શ્રી આણંદવિજયજી તથા જગતવિજયજી સાથે ભાવનગરથી કોળીયાક પધાર્યા, અને સંવત ૧૯૯૧ નું ચતુર્માસ કેળીયાકમાં કર્યું.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦કૅ મુનિરાજ શ્રી આણંદવિજ્યજીનો સ્વર્ગવાસ. ૬ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ કોળીયાકમાં આવ્યા બાદ તેઓશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી આણંદવિજયજીની તબિયત અસાડ માસમાં એકાએક લથડી. કેળીયાકના વિનયી અને ભક્તિભાવવાળા શ્રી સંઘ તરફથી ઘણા ઉપચાર કરવા છતાં તબિયત દિવસે દિવસે વધારે બગડતી ગઈ. તેઓશ્રીએ દેવસી પ્રતિક્રમણ કર્યું. અને રાત્રે નવ બજે સંથારા પિરિસી ભણાવતાં તેની ચૌદમી ગાથાનું પ્રથમ ચરણ અરિહંતે મહ દે એ પવિત્ર વાક્યનું ઉચ્ચારણ કરતા એ મહામના મુનિવર્ય અસાડ માસમાં પૂર્ણ સમભાવપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. અહા ! કેવું સમાધિ મરણ? કોળીયાકના શ્રી સંઘ તરફથી પાલખી શણગારવામાં આવી. સવારમાં ધામધૂમથી સ્મશાન યાત્રા નીકળી, જેમાં સંખ્યાબંધ જેનો તથા જૈનેતર જોડાયા; અને શોકમગ્ન હૃદયે એ મહાત્માના ક્ષણભંગુર દેહને અગ્નિદાહ દેવામાં આવ્યું.