________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
( ૩૫), જણાવતાં પરમ હર્ષ ફેલાયે. આ શુભ પ્રસંગે મુનિરાજ શ્રી કંચનવિજયજીના સંસારી પુત્ર ભાવસાર પ્રભુદાસ હરજીવનદાસ વેલાણી, વરતેજવાળા ભાવસાર ગાંડાલાલ માનચંદ, તથા ધંધુકાવાળા ભાવસાર વેલાણી–ભાઈઓ વિગેરે તરફથી મેતી કડીયાની ધર્મશાલામાં ધામધૂમથી અઢાઈ મહોત્સવ થયો. આ મહોત્સવમાં મોટી ટેળીવાળાઓએ વિવિધ રાગ-રાગણીથી હમેશાં પૂજાએ ભણાવી. સ્થાનિક સંઘ ઉપરાંત બહારગામથી પણ સારી સંખ્યામાં માણસો આવ્યા હતા, જેમાં મુનિરાજ. શ્રી કંચનવિજયજીના સંસારી પુત્ર પ્રભુદાસ હરજીવનદાસ વેલાણી પિતાના ધર્મપત્ની બાઈ શાંતા તથા પુત્ર ધીરજલાલ સાથે આવ્યા હતા. વળી તેઓશ્રીના સંસારી મામા પીતાંબરદાસ ભવાનદાસ નાવડીયા તથા ભાયચંદ જેરામ નાવડીયા વિગેરે ભાવસાર ભાઈઓ આ શુભ પ્રસંગે પિતાના કુટુંબ સાથે ઠીક ઠીક પ્રમાણમાં આવ્યા હતા. મોતી સુખીયાની ધમશાલામાં નાણ મંડાવી, અને પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજે સંવત ૧૯૧ ના મહા શુદિ ૬ ના રોજ ચડતે પહોરે પોતાના સંયમશીલ શિષ્યરત્ન મુનિરાજ
શ્રી કંચનવિજયજીને ગણિપદ તથા પંન્યાસપદથી વિભૂષિત કર્યા તથા મુનિરાજ શ્રી ભુવનવિજયજીને ગણિપદથી અલંકૃત કર્યા. આ નાણમાં ઘણા શ્રાવક-શ્રાવિકાઓએ યથાશક્તિ જુદા જુદા વ્રત ઉશ્ચર્યા, અને શાસનની પ્રભાવના સારી રીતે થઈ
ત્યારબાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિવર્ય પિતાના ગુરુદેવ વિગેરે મુનિરાજે સાથે-પાલીતાણાથી વિહાર કરી, તાલધ્વજ તીર્થની યાત્રા કરી ટાણા, દેવગાણું વિગેરે