________________
( ૩૦ )
પન્યાસજી મહારાજ શ્રી ક‘ચનવિજયજી
કાળુશાની પાળને ઉપાશ્રયે ગયા. આ વખતે રાધનપુરવાળા પન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ હાજાપટેલની પેાળમાં પગથીયાને ઉપાશ્રયે બિરાજતા હતા. તેમની પાસે મુનિરાજ શ્રી કંચનવિજયજી 'મેશાં સવાર-સાંજ જતા, અને તેઓશ્રી પાસે સૂયગડાંગના અધુરા રહેલા જોગ પૂર્ણ કર્યાં. ત્યારબાદ મુનિશ્રી જગતવિજયજી તથા મુનિશ્રી પ્રેમવિજયજી સાથે તેઓશ્રી કાળુશાની પેાળથી લુણુસાવાડાના ઉપાશ્રયે પધાર્યાં, અને ત્યાંના સંઘની આગ્રહભરી વિનંતિથી સંવત ૧૯૮૭ નું ચતુર્માસ અમદાવાદ–૩સાવાડામાં કર્યું. મુનિરાજશ્રી કંચનવિજયજીના સદુપદેશથી લુણસાવાડામાં તપસ્યા, પૂજા, પ્રભાવના તથા અઠ્ઠાઈ મહાત્સવ વિગેરે ધાર્મિક કાર્યો ઠીક ઠીક પ્રમાણમાં થયાં. તેએશ્રીએ આસા માસમાં એક ધાનની આળી વિધિપૂર્વક કરી, તથા મુનિશ્રી પ્રેમવિજયજીને દશવૈકાલિકના જોગ શરૂ કરાવ્યા. ચતુર્માસ પૂર્ણ થતાં અમદાવાદલુણસાવાડાથી વિહાર કરી મહેસાણા આવ્યા, અને ત્યાં ગુરુદેવનાં દન–વંદન કરી પરમ આહલાદ પામ્યા. મહેસાણાથી ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વિહાર કર્યો, અને શ્રી શ ંખેશ્વરજીની યાત્રા કરી વીરમગામ પધાર્યાં. અહીંથી ગુરુમહારાજે પેાતાના શિષ્ય પરિવાર સાથે સાલડી તરફ વિહાર કર્યાં, પરંતુ મુનિરાજ શ્રી ક'ચનવિજયજીને પડિત પાસે સસ્કૃતના અભ્યાસ વધારવાની ઇચ્છા હૈાવાથી તેઓશ્રી ગુરુદેવની આજ્ઞાથી મુનિ શ્રી સૌભાગ્યવિજયજી વિગેરે સુનિયાઁ સાથે વિરમગામ રોકાયા. ત્યાં કેટલાક વખત ગાળી તે મુનિરાજ શ્રી સેાભાગ્યવિજયજી, ભુવનવિજયજી, પ્રમેાધવિજયજી, ભાણુવિજયજી અને જગતવિજયજી સાથે વિહાર કરી અમદાવાદ, ખંભાત, વત્રા, જંબુસર, આમાદ, ભરૂચ થઈ રાંદેર આવ્યા. અહીં ગુરુદેવ