________________
(૩૨)
પન્યાસજી મહારાજ શ્રી 'ચનવિજષજી
મુનિરાજ શ્રી ક'ચનવિજયજીને ગાડીજીના ઉપાશ્રયે ચતુર્માંસ માટે જવા આજ્ઞા કરતાં તેઓશ્રીનું સંવત ૧૯૮૯ની સાલનુ ચતુર્માસ મુંબઈ–ગાડીના ઉપાશ્રયે થયું. આ સાલમાં શ્રી ગાડીજી પાર્શ્વનાથ-સ્વામીની નક્કર સેાનાની આંગી તથા હીરા-માણેકના મુગટ તૈયાર થયા હતા, તે નિમિત્તે. અઠ્ઠાઇમહાત્સવ તથા શાંતિસ્નાત્ર ભણાવવામાં આવ્યું અને ઉલ્લાસપૂર્વક ગાડીજી ભગવાનને એ દિવ્ય આંગી–મુગટ ચડાવવામાં આવ્યાં. મુનિરાજ શ્રી કંચનવિજયજીના સદુપદેશથી પરમ પ્રતિભાસ’પન્ન, શાંતમૂર્તિ શ્રીમદ્ વૃદ્રિજી મહારાજ સાહેબની ભવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા ગાડીજીના દેરાસરના ટ્રસ્ટીએ તથા આગેવાનાએ પન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજના શુભ હસ્તે કરાવી. મુનિરાજ શ્રી 'ચનવિજયજી મહારાજે સદુપદેશ આપી ગાડીજીના ઉપાશ્રયે ચૌદ પૂર્ણાં તથા અષ્ટ મહાસિદ્ધિ વિગેરે તપસ્યા વિધિપૂર્વક કરાવી, જેના લાભ ઘણા ભાવિક શ્રાવકા તથા શ્રાવિકાઓએ લીધેા. વળી લાલ માગમાં પણ ગુરુદેવ પંન્યાસજી શ્રી ભકિતવિજયજી મહારાજે અનેક ભાઈ–હેનાને વિધિપૂર્વક ભિન્ન ભિન્ન તપસ્યા કરાવી. એ તપસ્યા નિમિત્તે પર્યુષણ અગાઉ બન્ને સ્થળેથી એકજ તિથિએ ઘણાજ ઠાઠમાઠથી વરઘોડા ચડાવવામાં આવ્યા. મુબઇના સુપ્રસિદ્ધ એડા અને વાજિંત્રાર્થી ગાજી ઉઠેલા અને વરઘાડા ઝવેરી બજારમાં મમ્માદેવીના મંદિર પાસે ભેગા થયા, અને ત્યાંથી ખન્ને વાત સાથે ચાલ્યા. સખ્યાખ’ધ સુમિરાન્ત્ર, ગાડી અને લાલબાગના ટ્રસ્ટી, આગેવાન અને હજાર ભા-હનાના સામુદાયિક સહકાર તથા ઉલ્લાસ જોઈ અન્ય ધર્મીઓમાં પણ સારી છાપ પડી, અને જૈનશાસનની શૈાભામાં અભિવૃદ્ધિ થઇ.