________________
વાચના લેવાને વિધિ.
(૨૧) પડિલેહેહ” શિષ્ય “ઈચ્છે” કહી મુહપત્તિ પડિલેહે. પછી બે વાંદણું દઈ “ખમાય ઈચ્છા થાયણું સંદિસાહે?” ગુરુ કહે “સંદિસાવહ” શિષ્ય “ઈચ્છ' કહી
ખમાત્ર ઇચ્છા થાયણું લેશું.” ગુરુ કહે “લેજો.” શિષ્ય “ઇચ્છે ” કહી “ખમા ઈચ્છકારી ભગવન્! પસાય કરી વાયણુ પ્રસાદ કરે.” એમ કહે. પછી ગુરુ જે વાચના આપવાની હોય તેનું અકેક પદ કહે શિષ્ય તે પ્રમાણે ઉચ્ચાર કરે. પછી ગુરુમહારાજ તેને અર્થ સમજાવે. શિષ્ય જેટલી વાચના લીધી હોય તેટલી તે દિવસે બરાબર શુદ્ધ કંઠે કરવી, અને તેને અર્થ ધારી લે. પ્રાંતે ગુરુમહારાજ નિરથરવા દો, કુષ્ણુfë વેદિક' આ પ્રમાણે આશીર્વાદ આપે. શિષ્ય પ્રાંતે “તહત્તિ” કહી ખમાસમણ દઈ અવિધિ આશાતનાનો મિચ્છાદુક્કડું આપે.
વાચનાને દિવસે ઉપર કહી ગયા પ્રમાણે વિધિથી (૨૫) ખમાસમણ વાયણ સંબંધી વધારે દેવા. વાચના શ્રાવિકા ઊભી રહીને લેય, શ્રાવક ચિત્યવંદનમુદ્રાએ લેય.
આ ઉપધાન જે જે સૂત્રોનાં વહેવામાં આવે છે તેના ઉદ્દેશની વિધિ પૂર્વે લખેલી છે. તેના સમુદેશ ને અનુજ્ઞા જ્યારે માળા પહેરાવવામાં આવે છે ત્યારે એક સાથે એ ઉપધાન સંબંધી કરવામાં આવે છે. ત્રીજું અને પાંચમું ઉપધાન કાળાંતરે વહેવામાં આવે ત્યારે તેને ઉદ્દેશ જ પ્રવર્તે છે, તેના પણ સમુદેશ ને અનુજ્ઞા તે માળા વખતે જ કરવામાં આવે છે.