________________
( ૩૦ )
ઉપધાન વિધિ. તે ભણ્યા પછી પહેલી જોગવાઈએ ઉપધાન વહન કરવાની
જરૂર છે. ૪ ઉપધાનમાં કે અન્ય દિવસે પિસહ પ્રથમ પહેરમાં જ લઈ
શકાય છે. પ્રથમ પ્રહર વ્યતીત થયા પછી લઈ શકાતો નથી. ૫ સામાન્ય પૌષધના એકાસણામાં પણ લીલોતરીનું શાક,
પાકાં ફળ, તેને રસ વિગેરે વાર્ય છે. ૬ ઉપધાન સંબંધી એકાસણમાં મુખ્ય વૃત્તિએ તે સરસ
આહારને નિષેધ છે, પરંતુ તપસ્યા વિશેષ હેવાથી શરીરશક્તિ નભાવવાને માટે તેવા પદાર્થો લેવામાં આવે છે; તે પણ તેમાં બને તેટલી ઓછાશ રાખવી અને
આસક્તિ તજવી. ૭ ઉપધાન સંબંધી કે અન્ય પૌષધમાં ધાબળી માથે નાખવાના કાળ વખતે અગાસે જવું પડે તે કામળી ઓઢીને જવું, માથે કટાસણું નાખીને જવું નહીં, અને આવ્યા પછી ઓઢેલી કામળી ખીંટીએ મૂકી રાખવી, બે ઘડી સુધી
તેને પાથરવી નહીં કે ઉપયોગમાં લેવી નહીં. ૮ ક્રિયા કરવા માટે વસ્તિ શુદ્ધ હવાની પ્રથમ આવશ્યકતા છે, તેથી જ ગુરુમહારાજ ક્રિયા કરાવે છે ત્યારે પ્રારંભમાં
સુદ્ધા વસહી” એટલે “વરિત શુદ્ધ છે” એમ કહેવામાં આવે છે. તેવી રીતે કહા અગાઉ સુજ્ઞ શ્રાવક-શ્રાવિકાએ ક્રિયા કરવાના સ્થાનની તરફ ૧૦૦ સ હાથ સુધી વરિત જોઈ લેવી, તેમાં મનુષ્ય કે તિર્યંચનું શબ કે તેના શરીરને હાડ-રુધિરાદિ ભાગ પડ્યો હોય તે તે ત્યાંથી