________________
( ૩૪ )
ઉપધાન વિધિ.
૩૩ પોષષમાં સખ્યાં પ્રતિલેખનમાં પૌષધશાલા પ્રમાનું ? એમ આદેશ માગી શ્રાવિકાએ એકાસણું, આયંબિલ આદિ ભાજન કરેલ દિવસે તથા ઉપવાસના દિવસે મુહપત્તિ, ચરવળા, કટાસણું, ઘાઘરા, કાંચળી અને સાડલેા; આ છ વાનાની પડિલેહણા કરવી. ( પ્રાચીન સમાચારી )
૩૪ માળા સંબંધી જે દ્રવ્ય ઉત્પન્ન થાય તે સર્વ દેવદ્રવ્ય જાણવું. આચાર્ય દેવેશ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજના પટ્ટ પ્રભાવક શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજે શ્રી સેનપ્રશ્નના દ્વિતીય ઉલ્લાસમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે કે—
मालासम्बन्धि स्वर्ण-रजत-सूत्रादि सर्व देवद्रव्यं वा ज्ञानद्रव्यं वा साधारणद्रव्यं वा ? इति प्रश्नः । अत्रोत्तरम् - तत्सर्वं देवद्रव्यमिति संप्रदायः ।
ભાવા:
પ્રશ્ન—માળા સંબંધી સ્વણું, ચાંદી, સૂતર વિગેરે સ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે સાધારણ દ્રવ્ય ? ઉત્તર—તે સ્વર્ણ, ચાંદી, સૂતર વિગેરે સર્વ દેવદ્રવ્ય ગણાય એ પ્રમાણે સંપ્રદાય છે. વળી શ્રી શ્રાદ્ધવિધિમાં પણ કહેલ છે કે—
देवद्रव्यवृद्धयर्थं प्रतिवर्ष मालोद्घाटनं कार्यम् ।
ભાવા —દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દર વરસે માલારાપણુ કરવું. આ પાઠાથી માલારોપણ દ્રવ્ય તે દેવદ્રવ્ય છે એમ સિદ્ધ થાય છે. આ સિવાય બીજા પણ પાઠા શ્રી શ્રાદ્ધવિધિ, સુકૃતસાગર તથા શ્રી કુમારપાલપ્રબંધ આદિ પૂર્વાચાર્યાકૂત