________________
( ૧૩૨ )
પૌષધ વિધિ
જણાવેલ છે ત્યાંથી જોઈને તે મુજબ દેવવંદન કરવુ. પછી કુંડળ ( બન્ને કાનમાં રાખવાનાં રૂનાં પુશડાં), ઈંડાસણ તથા રાત્રિ માટે ચૂના નાખેલ અચિત્ત પાણી યાચી રાખવું.
આઠે પહેારના ( આખા દિવસ અને રાત્રિના ) અથવા કૃત રાત્રિના જ પાસઢવાળાને
સાંજે પ્રતિક્રમણ શરૂ કર્યાં પહેલાં કરવાની ક્રિયા.
૮
છે
સાંજે પ્રતિક્રમણ શરૂ કરવા પહેલાં દિવસ પાસડુવાળાએ ફ્કત ખમા॰ દઈને, ઇરિયાવહિય કરી લેાગસ સુધી કહી, પછી ચૈત્યવંદનથી શરૂ કરવુ. જ્યાં જ્યાં કરેમિ ભંતે આવે, તેમાં જે “ જાવ નિયમ' પન્નુવાસામિ ” પાઠ આવે છે ત્યાં ત્યાં તેને બદલે “ જાવ પાસહ પન્નુવાસામિ ” કહેવું. અને રાત્રિના પાસડુવાળાએ પ્રથમ ઇરિયાવહિય કરીને ખમા॰ દઈ ‘ઇચ્છા૦ સ્થડિલ પડિલેહું? ઇચ્છ ' કહી પૃષ્ઠ ૪૩ થી ૪૫ સુધીમાં જણાવ્યા મુજબ ચાવીશ માંડલા કરવાં.
માંડલાં કરી ફરીથી ઇરિયાવહિય' લેાગસ સુધી કહીને ચૈત્યવંદન વિગેરે પ્રતિક્રમણની ક્રિયા કરવી.
પેાસહ પારવાની વિધિ, જુઓ પૃષ્ઠ ૪૮-૪૯ રાત્રિાસહવાળાએ પ્રતિક્રમણ કરીને શક્તિ પ્રમાણે ગુરુભક્તિ કરવી અને સજ્ઝાય ધ્યાન કરવું. એક પહેાર રાત્રિ ગયા પછી સથારા પેરિસ ભણાવવી. તે—
સંથારા પારિસિની વિધિ, જીઆ પૃષ્ઠ ૪૫ થી ૪૭
સથારા પારિસિની વિધિ કરીને પછી સઝાય–ધ્યાને કરવુ. જ્યારે નિદ્વાપીડિત થાય ત્યારે માત્રા ( પેસાબ ) વગેરેની