________________
(૧૫ર )
આત્મભાવના સ્થિરતા અને સર્વ દુઃખથી રહિત સાધુસુખ આપે અરૂપી ગુણ, અગુરુલઘુ અવગાહના, સાદિ અનંત માગે સ્થિતિ, ફરીથી સંસારમાં આવવું નહિં, ક્રોધ નહિં, માન નહિં, માયા નહિં, લોભ નહિં, રાગ નહિં, દ્વેષ નહિં, મોહ નહિં, આશા, તૃષ્ણા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ભૂખ, તરસ, ટાઢ, તડકે, દુઃખ, કલેશ, સંતાપ એવા અનંતા દેશે કરી રહિત પણું મારી સત્તામાં છે. વળી અનંતા ગુણ મારી સત્તામાં છે, તે અનંતા ગુણ પ્રગટે એ જ મારી યાચના છે, બીજું કાંઈ માગતો નથી.
હે જીવ! તું વિચાર તે ખરો કે, આવો અવસર ફરી તને કયારે મળશે? પ્રમાદ, આળસ, નિદ્રા શું કરી રહ્યું છે? ચેત ચેત! સમજ સમજ ! જે જે ! જાગ જાગ ! તને જે ધર્મમાં સહાય કરનારા છે એજ તારા ખરા હિતકારી છે, એ જ તને સાચું સુખ આપશે. બીજા બધા સ્વાથીયા છે, કઈ કોઈનું નથી, માટે મોહ-જંજાળને ત્યાગ કરી, પિતાને સ્વાર્થ સાધી, સર્વ ને સુખી કરી મુક્તિનગરીમાં વાસો કર, એ જ તારે કરવા ગ્ય છે તે કરી લે. વધારે શું શીખવું? હવે પ્રમાદ કરીશ નહિં, આળ-પંપાળ છોડી દે, પરમ કૃપાળુ વીતરાગ પરમાત્માનું ધ્યાન ધર અને આત્મામાં રમણ કર, જેથી સર્વ આપદા મટી જશે અને સર્વ સંપદા પામીશ. જે રીતે પિતાને અને પરને શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ,
હિ, વૃદ્ધિ, કલ્યાણ, મંગલ, જય, વિજય અને પરમ મહેદય મોક્ષ થાય તેમ કરજે; એજ આ ભાવના લખનારને ઉદ્દેશ છે, તે પરમ કૃપાળુ પરમાત્મા પૂર્ણ કરો.
આતમ જ્ઞાન વિચારીને, જિનની સેવા સાધ; જિનદેવ દર્શન થકી, મને મોક્ષ સાક્ષાત્ | ૧છે
જે કાઇ
ક છ
માળ છે