________________
ગણિવર્યાનું ટુંક જીવન ચરિત્ર
(૩) ચાર ગુજરાતી પૂર્ણ કરી અંગ્રેજી અભ્યાસ માટે એંગ્લેવર્નાકયુલર સ્કૂલમાં દાખલ થયા. ત્યાં બે અંગ્રેજી સાથે પાંચમી અને છઠ્ઠી ગુજરાતી પૂર્ણ કરી ત્રીજી અંગ્રેજીમાં દાખલ થયા, તે સાથે સાતમી ગુજરાતીને પણ અભ્યાસ ચાલુ થયો.
8888888* - II લગ્ન,
- શરીરે તંદુરસ્ત, સ્વરૂપવાન, અને અભ્યાસમાં આગળ વધતા ભાઈશ્રી હરજીવનદાસના વેવિશાળની વાતચીત ભાવનગરમાં તથા બહારગામ ચાલવા માંડી. એ જમાનામાં ભાવસાર જ્ઞાતિમાં નાની ઉમ્મરના દિકરા-દિકરીનું વેવિશાળ અને લગ્ન થાય તેમાં આબરૂ મનાતી ! પુત્ર કે પુત્રી મેટી ઉમ્મરના થવા છતાં વેવિશાળ કે લગ્ન ન થયાં હોય તો તેમાં માનહાનિ ગણાતી! ભાઈશ્રી હરજીવનદાસના માત-પિતાએ પિતાના પુત્રનું વેવિશાળ કરી લહાવો લેવાને નિર્ણય કર્યો, અને ભાવનગર વડવામાં રહેતા ભાવસાર ત્રિકમદાસ નરશીદાસના સુપુત્રી બેન રતન સાથે વેવિશાળ કરી સંવત્ ૧૯૫૭ના મહા શુદિ પંચમીના શુભ દિવસે ઘણા જ ઠાઠમાઠથી લગ્ન કર્યું.
સ્થાનકવાસી મટી મૂર્તિપૂજક બનેલા પિતાશ્રી
આપણે અગાઉ જણાવી ગયા તેમ ભાઈ શ્રી હરજીવનદાસના પિતાશ્રીને સ્થાનકવાસી જૈન તરીકેના સંસ્કાર પડયા હતા, તેમને પ્રતિમાજી તરફ બિલકુર્ત શ્રદ્ધા નહતી. જ્યારે ભાઈ શ્રી હરજીવનદાસ વિગેરે ભાઈઓ, બહેને તથા તેમનાં