________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
(૨૭) ષણમાં અઠ્ઠાઈની તપસ્યા કરી. ગુરુદેવ પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ ચતુર્માસ પૂર્ણ થતાં પોતાના શિષ્ય-પરિવાર સાથે વઢવાણકાપથી વિહાર કરી વીરમગામ થઈ શ્રી શંખેશ્વરજીની યાત્રા કરી રાધનપુર આવ્યા. ત્યાં થોડા દિવસ સ્થિરતા કર્યા બાદ સમી, શંખેશ્વરજી, ઝીંઝુવાડા થઈ પાછા વીરમગામ પધાર્યા.
ત્યાર બાદ મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે વીરમગામથી વિહાર કર્યો. અને ભયણજી તથા શ્રી શંખેશ્વરજી તીર્થની યાત્રા કરી સમી થઈ રાધનપુર પધાર્યા. સંવત્ ૧૯૮૪ નું ચતુર્માસ રાધનપુરમાં કર્યું. તેઓશ્રીના શિષ્ય મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી જેઠ માસમાં રાધનપુરમાં સ્વર્ગવાસ પામ્યા, તે નિમિત્તે શ્રીસંઘ તરફથી અઠ્ઠાઈ મહોત્સવ થયો. મુનિરાજ શ્રી કંચનવિજયજીએ રાધનપુરમાં ગુરૂદેવ પાસે શ્રી નંદીસૂત્ર તથા મહાનિશીથસૂત્રના જેગ વહન કર્યા, પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની તપસ્યા કરી, તથા આ માસમાં એક ધાનની ઓળી વિધિપૂર્વક કરી. ચોમાસા બાદ ગુરુમહારાજ વિગેરે મુનિવર્યો સાથે રાધનપુરથી વિહાર કરી સમી આવ્યા. આ અરસામાં રાધનપુરથી શેઠ જીવતલાલ પ્રતાપશી તરફથી શ્રી સિદ્ધાચલજીને છરી પાળતે સંઘ નીકળવાન હોવાથી, તેમના તરફથી સંઘ સાથે શ્રી સિદ્ધાચલજી આવવા આગ્રહભરી વિનતિ થતાં સમીથી વિહાર કરી રાધનપુર પધાર્યા. અને સંધ સાથે વિચરતા વિચરતા મહા માસમાં પાલીતાણા પહોંચ્યા. અહીં શંખલપુરના ભાવસાર જેઠાલાલ ભવાનદાસ માતા-પિતાની અનુમતિ લઈ વૈરાગ્યથી દીક્ષા અંગીકાર કરવા આવ્યા. દીક્ષાનું નકકી થતાં શેઠ જીવતલાલ પ્રતા