________________
પન્યાસજી મહારાજશ્રી કંચનવિજયજી ગણિવર્યનું
ટુંક જીવન ચરિત્ર,
હું પૂર્વાવસ્થા. !
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરનાર, તાધવજ, વિગેરે પતિતપાવન તીર્થોથી પવિત્ર શ્રી સૌરાષ્ટ્ર દેશમાં આવેલા ભાવનગર સ્ટેટમાં ગઢડા નામના શહેરમાં સુપ્રસિદ્ધ વેલાણી કુટુંબના ભાવસાર રૂગનાથ દુલદાસ રહેતા હતા. તેઓ દરબારશ્રી મંગલસિંહજીના વિશ્વાસપાત્ર અને કઠારી શ્રીમાન ભાવસાર ભવાન હરખાની સુપુત્રી બાઈ વી. સાથે પરણ્યા હતા. ગઢડામાં સ્થાનકવાસી સાધુએના વિશેષ સંસગને લીધે રૂગનાથભાઈમાં સ્થાનક્વાસી જૈન તરીકેના સંસ્કાર પડયા હતા, જ્યારે બેન સેંઘીને તેમના પિતાશ્રી તરફથી મૂર્તિપૂજક જૈન ધર્મના સંસ્ફર પડયા હતા છતાં ભદ્રક પરિણમી અને પ્રેમાળ દંપતી પોતપોતાની માન્યતા મુજબ ધાર્મિક ક્રિયાકાંડ કરતા હતા. શ્રીયુત રૂગનાથભાઈને તેમના પ્રેમાળ અને માયાળુ ધમપત્ની બાઈ મેંથીની કુક્ષિએ હરજીવનદાસ, નાનાલાલ, જગજીવનદાસ, નરોત્તમદાસ અને ઝવેરચંદ નામે પાંચ પુત્રો તથા બેન કેક અને અજવાળી નામે બે પુત્રીની પ્રાપ્તિ થઈ. તેમાં આપણા ચરિત્ર નાયક પંન્યાસજી શ્રી કંચનવિજયજી ગણિ, જેમનું સંસારી નામ હરજીવનદાસ હતું, તેમને જન્મ વિક્રમ