________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર , પણ પિતાના પતિને આવા ઉપકારી કાર્યમાં પ્રોત્સાહિત કરતા, અને પતિની આજ્ઞા મુજબ આગંતુક માણસની આગતાસ્વાગતા ખડે પગે કરતા. ભાઈ શ્રી હરજીવનદાસ અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી દર પૂનમે સનેહીવર્ગ સાથે પાનસરની યાત્રા કરવા જતા, અને ત્યાં ઠાઠમાઠથી પ્રભુભકિત કરતા. તેમને માસિક રૂપિયા ૨૫૦, ને પગાર મળતો હોવાથી અને એ વખતમાં વિશેષ મેંઘવારી ન હોવાથી જે ધારત તે ઠીક-ઠીક રકમ એકઠી કરી શક્ત. પરંતુ નેકરી વગરના અને નિરાધાર માણસેને જોઈ તેમનું હૃદય દ્રવી જતું, અને નેકરીમાં જે કાંઈ વધારે રહેતે તે આવા માણસોને મદદ આપવાના પરેપકારી કામમાં વપરાઈ જતા.
સ્વમાન
ભાઈ શ્રી હરજીવનદાસ જેબર તરીકે માણસ પાસેથી માયાલુપણું અને મીઠાશથી રીતસર કામ લેતા, જેથી ઉપરી અધિકારીને તેમના કામથી સંતોષ થતો. તેઓ મીલમાં સ્વમાન પૂર્વક સ્વતંત્રપણે વર્તતા, તેમને ખુશામતખેરી બિલકુલ પસંદ નહોતી. જેથી મીલના મેનેજર કે ઉપરી અધિકારી તરફથી સ્વમાન ઘવાયાને જરા સરખે પ્રસંગે ઉપસ્થિત થતા, તેઓ તુરત રાજીનામું આપી છૂટાં થતાં, અને બીજી મીલમાં ગોઠવાઈ જતા. આવી રીતે અમદાવાદના વસવાટ દરમ્યાન તેમણે જુદી જુદી ત્રણ મીલમાં નેકરી કરી હતી.