________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર
( ૧૧ ) ક્ષણભંગુર અંદગીનું ઉત્તમોત્તમ કાર્ય છે. સંસારીરૂ ભવ્યાત્માએ દીક્ષા લઈ તેને મન વચન અને કાયાથી પાળી આત્મશ્રેય કરવું જોઈએ. પરંતુ દીક્ષા સ્વીકાર્યા અગાઉ કુટુંબની સમ્મતિ મેળવાય તે પાછળથી કઈને કષાય કરવાનું કારણ ન રહે. વળી તમે પરિણીત છે, માટે તમારા પત્નીની તો સમ્મતિ મેળવવાની ખાસ જરૂર છે. તમારી શુભ ભાવના તમારા પત્નીને જણાવે, તથા તમારા કુટુંબીઓને પણ આ હકીકત જણાવે. ” આ પ્રમાણે ગુરૂદેવની સલાહ મળતાં ભાઈ શ્રી હરજીવનદાસે દીક્ષા લેવાની ભાવનાની હકીકત ઘણી જ નરમાશથી પોતાના ધર્મપત્ની બેન રતનને જણાવી, અને તેમની પાસેથી સમ્મતિ મેળવી લેવા પ્રયાસ કર્યો. બેન રતને કહ્યું કે-“ આપની આજ્ઞા આજ સુધી કદાપિ લોપી નથી. દીક્ષા લેવી જ હોય તે ખુશીથી લેજે, પરંતુ હાલ તુરતમાં લેવા નહિં દઉં. ભાઈ જયંતી માટે થાય, છેવટે પાંચ વરસને થાય ત્યાં સુધી તે સંસાર-વ્યવહારમાં રહેવું જોઈશે. માટે હાલમાં દીક્ષા લેવા નહિ દઉં, અને સમ્મતિ પણ નહિં આપું ” ભાઈ શ્રી હરજીવનદાસે પોતાના પત્નીને ઘણી રીતે સમજાવ્યા, પરંતુ તેમણે સમ્મતિ ન આપવાથી તાત્કાલિક દીક્ષા લેવાનું બંધ રહ્યું.
સજોડે સ્વીકારેલું ચતુર્થ વ્રત, અઠ્ઠાઈની તપસ્યા, AT
સાધર્મિક વાત્સલ્ય વિગેરે ધાર્મિક કાર્યો. 5
-
મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજને આચાર્ય શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજ પાસે ગદ્વહન કરવાના હોવાથી અને વિરમગામના શ્રી સંઘની આગ્રહભરી વિનતિ