________________
ચૌદપૂર્વ તપની વિધિ.
ચૌદ પૂર્વની આરાધના માટે જે તપ, તે ચૌદ પૂર્વ તપ કહેવાય છે. તેમાં શક્તિ પ્રમાણે ઉપવાસ અથવા એકાસણાદિક તપ કરવા. આ તપ સુદિ અથવા કારણવશાત્ વિદ ચૌદશને દિવસે આરભીને લગેાલગ ચૌદ દિવસ એકાસણુ ં કરી પૂરા કરવા. પ્રથમ આગમની સ્થાપના કરવી, પછી વાસક્ષેપથી તથા યથાશક્તિ રૂપાનાણાથી તેની પૂજા કરવી. જ્ઞાન પાસે નીચે બતાવ્યા પ્રમાણે નિત્ય સાથીયા કરવા. નિત્ય ચૈત્યવંદન કરવું, સ્તવનને સ્થાને જ્ઞાનનું સ્તવન ખેલવુ. જ્ઞાનની પૂજા ભણાવવી. ( છેલ્લે દિવસે વરઘાડા ચડાવવા તથા યથાશક્તિ તપનું ઉજમણું કરવુ. )
આ તપ કરવાથી સમ્યક્ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ અગાઢ તપ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા સૌ કાર્ય કરી શકે છે. જે પૂર્વના તપ ચાલતા હાય તે પૂર્વનું ગુણશ્ વિગેરે નીચે પ્રમાણે ગણવું.