________________
રાત્રિ સિહની વિધિ
(૧૩૧ ) પૃથ ૩૬ માં દેવવંદન વિધિ જણાવેલ છે, ત્યાંથી જોઈને તે મુજબ દેવવંદન કરવું.
રાત્રિપોસહની વિધિ. જેણે સવારે પિસહ ન લીધો હોય અને ફક્ત રાત્રિએ જ પિસહ કરવાનું હોય તેને માટે; વળી જેણે સવારે દિવસનો જ પિસહ લીધે હોય, પછી તેને રાત્રિપોસહ કરવાનો વિચાર થયો હોય તેને માટે રાત્રિપોસહ વિધિ નીચે મુજબ છે.
રાત્રિપોસહ કરનારને કે દિવસે પિસહ કરનારને તપમાં છેવટે એકાસણું તો હોવું જોઈએ.
આ પુસ્તિકાના પૃષ્ઠ ૪૦માં પિસહ લેવાની વિધિ કહેલ છે, ત્યાંની શરૂઆતથી “બહુવેલ કરશું, ઈછું” એ આદેશ છે ત્યાં સુધી બધું કહેવું. પછી સાંજની પડિલેહણ વિધિ પૃષ્ઠ ૪રમાં જણાવેલ છે ત્યાંથી જોઈને તે મુજબ પડિલેહણ કરવું. પરંતુ પિસહ લીધા પહેલાં પડિલેહણ કર્યું હોય તો “બહુવેલ કરશું, ઈચ્છ” એ કહ્યા બાદ ખમાસમણ દઈ, “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! પડિલેહણ કરૂં? ઈચ્છ” કહી, ફક્ત એકલી મુહપત્તિ જ પડિલેહવી. પછી દરેકની સાથે, અને બીજું કઈ ન હોય તો પોતે એકલાએ પૃષ્ઠ ૩૬માં દેવ વાંદવાની વિધિ
* રાત્રિપોસહ લેનારને પણ પડિલેહણ તથા દેવવંદન વિગેરે ક્રિયા દિવસ છતાં કરવાની હોય છે, માટે પિસહ લેવા વેળાસર આવવું જોઈએ; અને પાણુ ચુકાવી લેવું જોઈએ. કારણ કે, કેવળ રાત્રિસહ લેનારને પિસહ લીધા પછી પાણી પીવાને સેનાપ્રશ્ન ગ્રન્થમાં 'નિષેધ કહ્યો છે. વળી પોસહકમાં આહારપોસહ પણ સર્વથી ઉશ્ચરાય છે, દેશથી ભાગે બંધ થાય છે..