________________
( ૧૪ )
પૈષધ વિધિ પ્રતિરૂપાદિક આચાર્યના મોટા ગુણ, તે રૂપ રત્નાએ કરીને ભિત છે શરીર જેમનું એવા હે પરમગુરૂ ! તમે મને આજ્ઞા આપે. રાત્રિની પ્રથમ પિરિસિ પરિપૂર્ણ થઈ, માટે રાત્રિસંથારાની ઉપર હું બેસું? અર્થાત રાત્રિસંથારે કરવા હું ઈચ્છું છું ૧ છે
હે ભગવન્! તમે મને સંથારાની આજ્ઞા આપો. (પછી ગુરૂ આજ્ઞા આપે એટલે) બાહુ એટલે હાથના ઓશીકા કરી ડાબે પડખે કુકડીની પેઠે આકાશને વિષે પગ પસારી સુવે. એ રીતે ન રહી શકાય તે ભૂમિને પ્રમાઈને ત્યાં પણ સ્થાપે. . ૨ છે - જ્યારે પગ સંકેચ હોય ત્યારે સાથળના સાંધાને પુંજીને સંકેચે, અને જ્યારે પડખું ફેરવવું હોય ત્યારે શરીરને પડિલેહીને પડખું ફેરવે.
(આ સૂવાનો પ્રકાર કહ્યો. હવે જાગવાનો પ્રકાર કહે છે)
જયારે લઘુશંકાદિકને માટે ઉઠે ત્યારે વ્યાદિને* ઉપયોગ કરે. ઉપયોગ કરતાં પણ નિદ્રા ન જાય તે ઉચ્છવાસ-નિ:શ્વાસ રૂંધીને નિદ્રા દૂર કરે. નિદ્રા દૂર થાય ત્યારે બહાર નીકળવાના દ્વાર પ્રત્યે જુએ. પછી લઘુશંકાદિક કરી આવીને પાછો ધર્મધ્યાનમાં પ્રવર્તે છે ૩ છે
(હવે સૂઈ રહેવાની અગાઉ શું કહેવું? તે કહે છે– )
આ રાત્રિને વિષે જે મારે આ દેહ સંબંધી પ્રમાદ (મરણ) થાય તે અત્યારથી અશન વિગેરે ચારે પ્રકારને
* કન્યથી હું કોણ છું? સાધુ કે શ્રાવક? ક્ષેત્રથી હું ઉપર છું કે નીચે? કાળથી રાત્રિ છે કે દિવસ?ભાવથી મને લઘુશંકા વિગેરેની બાધા છે કે નહિ? એ પ્રમાણે વિચારવું તે દ્રવ્યાદિક ઉપયોગ કહેવાય.