________________
( ૧૩૪ )
પૌષધ વિધિ. પછી પિસહ પારવાની વિધિ જે પૃષ્ઠ ૪૮-૪૯ માં જણાવી છે, તે મુજબ પિસહ પાર.
મુહપત્તિના ૫૦ બોલ, જુઓ પૃષ્ઠ ૫૦-૫૧
પસહમાં ૧૮ દોષ ટાળવા, તેના નામ. ૧ પિસાહમાં વતી વિનાના બીજા શ્રાવકનું લાવેલું પાણી પીવું. *
૨ પિસહ નિમિતે સરસ (રસવાળો) આહાર લે.
૩ ઉત્તર પારણને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી મેળવવી. - ૪ પિસહમાં અથવા પિસહ નિમિત્તે આગલે દિવસે દેહની શોભા કરવી.
૫ પિસહ નિમિત્તે વસ્ત્ર ધવરાવવાં. - ૬ પિસહ નિમિત્તે આભૂષણ ઘડાવવા અને પિસહમાં આભૂષણ પહેરવાં.
૭ પિસહ નિમિત્તે વસ્ત્ર રંગાવવાં. ૮ પિસહમાં શરીર ઉપરથી મેલ ઉતારો.
૯ પિસહમાં રાત્રિના બીજા પ્રહરે સંથારા પિરિસિ ભણાવીને નિદ્રા લેવી જોઈએ, પરંતુ તેમ ન કરતાં અકાળે સૂવું કે નિદ્રા લેવી.
* આમ નિષેધ કરવાનું કારણ વ્રતી વિનાનો ઉપયોગ વિના લાવે તે હશે. નહિ તે બીજાને લાવેલ આહાર કલ્પે છે, તે પાણીમાં શા માટે બાધ હેય? અર્થાત એમ લાગે છે કે બીજે લાવે તે ઉપયોગથી લાવે તે ખપે. એટલે કે ઉપયોગથી લાવવું જોઈએ. .