________________
श्री पौषध विधि.
પિષધ લેનારે જાણવા લાયક અગત્યની સૂચનાઓ * પૌષધ એટલે શું?—ધર્મની પુષ્ટિને જે ધારણ કરે તે (અર્થાત્ ધર્મની વૃદ્ધિ કરનાર), તથા પર્વાદિ દિવસે અવશ્ય આરાધવા ચોગ્ય ક્રિયા-વ્રતવિશેષ તે પૌષધ કહેવાય. શ્રાવકના બાર તે પૈકીનું આ પૌષધવ્રત અગ્યારમું છે.
પૌષધના મુખ્ય ભેદ ચાર છે-આહાર પિસહ, શરીરસત્કાર પિસહ, બ્રહ્મચર્ય પિસહ અને અવ્યાપાર પિસહ.
૧ આહાર પિસહ એટલે–ઉપવાસ, આયંબિલ વિગેરે તપ કર (આહાર ત્યાગરૂપ) તે.
૨ શરીરસત્કાર સહ-સ્નાન, વિલેપન વિગેરેથી શરીરની વિભૂષા(શોભા ) સત્કાર ન કરે અર્થાત શરીર સંબંધી દરેક શેભાને ત્યાગ કરે તે.
૩ બ્રહ્મચર્ય પિસહ-શિયળ પાળવું (અસંગત્યાગ) તે.
૪ અધ્યાપાર પોસહ-સાવવ(પાપરૂ૫) વ્યાપાર(ક્રિયા)ને ત્યાગ કરે તે.
આ ચારે પ્રકારના પિસહના દેશથી અને સર્વથી એમ બે