________________
ઉપધાન તપનું સ્તવન.
( ૧૭ ) એવું ચિંતવવું. અને તપ ચિતવતી વખતે જે પચ્ચખાણ કરવું હોય ત્યાં “પરિણામ છે, શકિત છે.” કહી ત્યાં કાઉસ્સગ પા. એ પ્રમાણે સમજી લેવું.
હવે સોળ ઉપવાસ ચિંતવ્યા પછી. બત્રીશ ભકત કરવાના પરિણામ છે? પરિસ્ટ નથી, શક્તિ નથી. ત્રીશ ભકત કરવાના પરિટ છે? પરિત્ર નથી. ઈત્યાદિ આ ક્રમથી બે બે ભકત ઉતરતાં છેવટ છઃ ભકત, છેવટ સૂરે ઉગ્ગએ ૧ ઉપવાસ કરવાના પરિટ છે? પરિટ નથી, શકિત નથી, પછી આયંબિલ, નીવિ, એકાસણું, બીયાસણું, અવ, પરિમુઠું, સાઢપરિસી, નવકારશી પર્યત ચિંતવે. છેવટ નવકારશી તો હોય જ, કારણ કે નવકારશીના પચ્ચખાણ કર્યા વિના રાઈપડિમણું થાય નહીં, માટે નવકારશીના ચિંતવન સમયે પરિણામ છે, શક્તિ છે, એમ ચિંતવી ત્યાં કાઉસ્સગ પાર. ઉપર બતાવ્યા પ્રમાણે જે જે પચ્ચકખાણ કરેલ હોય, અથવા હવે કરવું હોય તેને કમ ખાસ ઉપર લખ્યા પ્રમાણે લક્ષ્યમાં રાખ. આ કાયસર્ગમાં કરવાનું તપચિંતવન જેમને ન આવડતું હોય તેઓ સોળ નવકારનો કાઉસગ્ગ કરે, એમ પ્રવર્તન છે, પરંતુ મુખ્ય રીતિએ તે તપચિંતવન જ કરવાનું છે માટે અવશ્ય તપચિંતવન કરતાં શીખી લેવું.
શ્રી ઉપધાનનું સ્તવન.
( હાળ ૧ લી દેશી ગુટકની.) શ્રી વીર જિનેશ્વર, સુપરે દીયે ઉપદેશ સુણે બાર પરખદા, નહીં પરમાદ પ્રવેશ સુણજે રે શ્રાવક, જે વહીએ ઉપધાન;