________________
(૨૮)
ઉપધાન વિધિ. આયણ લેવાનો વિધિ. પિતાપિતાના ઉપધાનની સમાપ્તિમાં તપને દિવસે સંધ્યા પ્રવેદન પછી મુહપતિ પડિલેહી બે વાંદણું દઈ, ખમાસમણુપૂર્વક શિષ્ય કહે કે-“ઈચ્છા સેધિ સંદિસાહું?' ગુરુ કહે- સંદિસાવહ.' શિષ્ય “ખમાત્ર ઇચ્છા સેધિ કરશું.” ગુરૂ કહે “કરજે.” શિષ્ય “તહરિ' કહે. પછી એક નવકાર ગણી “ઈચ્છકારી ભગવન્! પસાય કરી શુદ્ધિ અતિચાર આગેવા.” એમ કહી અવગ્રહમાં પેસી, દુષ્કૃત્ય આવે-મિચ્છાદુક્કડું આપે, લાગેલા દોષ ગુરુ પાસે પ્રગટ કરે, અને ગુરુમહારાજ આપે તેટલી આયણું કરવાનું કબૂલ કરે.
આ વિધિ દરેક ઉપધાનને અંતે ન કરવામાં આવે તે ઉપધાન પૂર્ણ થયા પછી અથવા માળા પહેર્યા પછી ગુરુ પાસે જ્યારે આયણ લેવા જાય ત્યારે ઈરિયાવહી પડિકમીને કરે.
ઉપધાન વહન કરનાર શ્રાવક-શ્રાવિકાએ પિતાની જિંદગીના પાછલા ભાગમાં પણ ઉપધાન વહન કર્યાની યાદગિરિ માટે સચિત્તાદિકને કાયમને માટે ત્યાગ કરે. બ્રહ્મચર્યાદિકને યથાશક્તિ નિયમ કરો. પર્વતિથિએ પૌષધ તપસ્યાદિ કરવાનું લક્ષ્ય રાખવું. કલેશ, કંકાસ, નિંદા, વિકથા અને મહાઆરંભપરિગ્રહાદિકવાળા કાર્યમાં પ્રવૃત્તિ ન કરવી. ચૌદ નિયમ ધારવાની અને સવાર-સાંજ પ્રતિક્રમણાદિક કરવાની પ્રવૃત્તિ રાખવી. સામાયિક, દેવપૂજા, ગુરુવંદનાદિ દરરોજ અવશ્ય કરવું. દર વર્ષ તીર્થયાત્રા કરવી. યથાશક્તિ સાધર્મિક-વાત્સલ્યાદિ કરવું. ટૂંકામાં ઉપધાન વહન કર્યાની યાદદાસ્ત તાજી રહે અને તે