________________
માળા પહેર્યા પછી કરવાની ક્રિયા.
(૨૭)
“મુક્તિરૂપી કન્યાની વરમાળા જેવી, સુકૃત જે પુણ્ય તે રૂપ જળનું આકર્ષણ કરવાનો ઘડીમાળ-રેટ જેવી અને સાક્ષાત્ ગુણેની માળા હોય તેવી આ માળા ધન્ય મનુષ્ય જ ધારણ કરે છે. ”
ગુરુમહારાજ આ પ્રમાણે ઉપદેશ આપે છે. ત્યાર બાદ માળારોપણ કાર્યની સમાપ્તિ થાય છે. માળા પહેરનાર ઉપધાનવાહકોએ તે દિવસે ઉપવાસ અથવા આયંબિલ કરવું અને રાત્રિએ પિસહ લે. માળા પહેરે તે વખતે વાછત્ર વગડાવવા, ગીત ગવરાવવા, સ્વજન વગે પહેરામણી માળા પહેરનારને કરવી, માળા પહેરનારે દેવપૂજા, ગુરુભક્તિ, જ્ઞાનપૂજા કરવી, પ્રભાવના કરવી, યથાશક્તિ સાધર્મિક વાત્સલ્ય કરવું.
માળા પહેર્યા પછી બીજે દિવસે એકાશન કરવું. માળા પહેર્યા પછી ઓછામાં ઓછા દસ દિવસ અને વધારેમાં છ માસ પર્યત માળા પહેરનારે બ્રહ્મચર્ય પાળવું, ભૂમિ શયન કરવું, સચિત્તને ત્યાગ કરે, સાવદ્ય આરંભ તજ, ઉપવાસ, આયંબિલાદિ તપ કરવો અને દસ દિવસ સુધી દરરોજ ૧૦૦ લેગસ્સનો કાઉસ્સગ્ન કર ને ૨૦ નવકારવાળી ગણવી.
માળા પહેર્યા પછી ઉપધાનના દિવસોમાં લાગેલા દોષોનો નેંધ કરી-કરાવી રાખે હેય તે ઉપધાન વહન કરાવનાર ગુરુમહારાજ પાસે લઈ જઈ તેઓ સાહેબ જે આલેયણ આપે તે ગ્રહણ કરવી, અને તે મુદતની અંદર પૂર્ણ કરી આપવી.
૧ બીજે તપ છ માસ સુધી ન થઇ શકે તે સચિત્તને ત્યાગ તે બનતાં સુધી છ માસ સુધી જરૂર કરો. ઊનું પાણી પીવું.