________________
( ૬ )
ઉપધાન વિધિ. શાને લગતી ક્રિયા કરે. તે ક્રિયા ગુરુમહારાજે કરાવવાની હોવાથી અહીં લખી નથી. આ ક્રિયા છએ ઉપધાન માટે ભેળી થાય છે. પછી ગુરુમહારાજ માળાની અભિમંત્રિત વાસવડે પ્રતિષ્ઠા કરે અને ત્યાર પછી ગુરુમહારાજ માળા પહેરાવનાર વૃદ્ધ બંધુ પુત્રાદિક જે હોય તેને બહાચર્યાદિકને યથાશકિત નિયમ કરાવી માળા તેના હાથમાં આપે, એટલે તેઓ માળાને વંદન કરી પોતાના ને માળા પહેરનારના કપાળમાં તિલક કરી, ત્રણ અથવા સાત નવકાર ગણુને માળા પહેરાવે. ત્યાર પછી માળા સહિત નંદીને ત્રણ પ્રદક્ષિણા ચારે બાજુ નવકાર ગણતાં ને ખમાસમણ દેતાં આપે. ગુરુમહારાજ વાસક્ષેપ કરે. સકળ સંઘ પણ વાસક્ષે૫ કરે. પ્રાંત અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડું આપે.
માળારોપણનું કાર્ય થઈ રહ્યા પછી શિષ્ય ગુરુમહારાજને ખમાસમણ દઈ હિતશિક્ષા દેવાની માગણી–પ્રાર્થના કરે, એટલે ગુરુમહારાજ દેશના આપે, તે આ પ્રમાણે नाणं पयासगं सोहओ, तवो संजमो अ गुत्तिधरो । तिण्हपि समाओगे, मुक्खो जिणसासणे भणिओ ॥१॥ मुक्तिकनी वरमाला, सुकुतजलाकर्षणे घटीमाला । साक्षादिव गुणमाला, माला परिधीयते धन्यैः ॥ २ ॥
પ્રકાશક એવું જ્ઞાન, આત્માને શુદ્ધ કરનાર તપ અને ગુપ્તિધારક સંયમ-એ ત્રણને સંગ થતાં જિનશાસનને વિષે મક્ષ કહ્યો છે.
૧ પ્રથમ દિવસે સંધ્યાકાળે પણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે.