________________
(૨૪)
ઉપધાન વિધિ.
૧૬ દીવાની કે વીજળી આદિકની ઉજેવી લાગે તે. ૧૭ માથે કામળી નાખવાના કાળમાં કાળી નાખ્યા સિવાય
અગાસી ( ઉઘાડી) જગ્યામાં જાય તે. ૧૮ વર્ષાદિકના છાંટા લાગે છે. ૧૯ વાડામાં ધૈડિલ જાય તે. ૨૦ બેઠા પડિક્કમણું કરે તે. ૨૧ બેઠા ખમાસમણ દેવે તે. ૨૨ ઉઘાડે મુખે બોલે તે. ૨૩ રાત્રે કાનમાં રૂનાં પુંભડાં ન નાખે છે, અથવા રૂનાં
પુંભડાં ખાઈ નાખે છે.
આ સિવાય બીજા પણ અનેક કારણો આયણ આવે તેવાં છે તે પ્રસંગોપાત જાણું લેવાં. આની આયણ શું આપવી તે ગુરુગમ્ય હકીકત છે. જે કાંઈ પણ વિરાધના ન થઈ હોય તે પણ દરેક ઉપધાનના ચોથા ભાગનો તપ આયણ તરીકે આપવામાં આવે છે, અને તે ઉપધાનમાંથી નીકળ્યા પછી પિસહ સંયુક્ત કરવાનું છે. સઝાય ધ્યાન પણ સાથે કરવાનું છે. દષ્ટાંત તરીકે–પહેલા ઉપધાન સંબંધી કોઈપણ વિરાધના ન થઈ હોય તે પણ ત્રણ અરાત્રિના પિસહ ઉપવાસથી કરવા, અને ૬૦૦૦ સ્વાધ્યાય કરો અર્થાત્ ૬૦ નવકારવાળી બાધાપારાની ગણવી એટલી આલયણ તે અવશ્ય આપવામાં આવે છે. આ પ્રમાણે દરેક ઉપધાન માટે સમજવું. તે સિવાય બીજી બાબતની આલયણ, આલયણ લેનાર શ્રાવક-શ્રાવિકાની શરીરરિથતિ વિગેરે જેને આપવામાં આવે છે.