________________
ઉપકરણોની યાદી.
( ૧૯ ) ગાથા ૨૦૦૦ પ્રમાણ સજઝાય-ધ્યાન કરવું. (એક ગાથા એક નવકાર પ્રમાણ ગણાય છે) ઓછું થાય તે બાકી રહે તેટલું નવકારવાળીથી પૂરું કરવું. નવકારવાળી પણ બનતાં સુધી પાંચ પાંચ ભેળી ગણવી. કદી પાંચ ભેળી ન ગણાય તે પણ જે ગણાય તે અધૂરી તે ન જ મૂકવી. અધૂરી મૂકાય તે લેખામાં આવે નહીં. નવકારવાળી ગણતાં બોલવું નહીં. લગ
સની નવકારવાળીમાં પણ એ પ્રમાણે જ સમજવું. બની શકે તેટલે પૂર્વે કરેલે અભ્યાસ સંભારવાને અને ન અભ્યાસ કરવાને લાભ લેવો. વારંવાર આવી નિવૃત્તિઆ અવકાશ મળ દુર્લભ સમજ.
પડિલેહણમાં મુહપત્તિ, ચરવળ, કટાસણું અને પછી વસ્ત્રો પડિલેહવાં. તેને અનુક્રમ અનુભવીથી જાણું લે. પતિલેહણ કરતાં બોલવું નહીં, અને તેના બેલ દરેક ઉપકરણના જેટલા જેટલા કહ્યા છે તેટલા તેટલા મનમાં બોલતા જવા, તેનો અર્થ વિચાર અને વદિકમાં જીવજંતુ હોય તે તેની બરાબર સંભાળ રાખી પડિલેહણ કરવી. વેઠ જાણીને કોઈ પણ ક્રિયા ઉતાવળથી કરવી નહીં.
ઉપધાનમાં પેઠા પછી પ્રથમના ત્રણ દિવસ સુધીમાં નવું વસ્ત્ર કે ઉપકરણ ઘરેથી લાવવું હોય તે લાવી શકાય-લઈ શકાય, ત્યાર પછી લઈ ન શકાય.
પુરુષએ રાખવાનાં ઉપકરણે. ૧ કટાસણું. ૧ મુહપતિ. ૧ ચરવળો. ૨ ધોતીયાં. ૨ ઉત્તરાયણ. ૧ માતરીયું (પંચીયું) કલે માત્ર જતાં પહેરવાનું