________________
સંધ્યા સમયને વિધિ.
( ૧૫ ) ઈરિયાવહી પડિકકમી ખમાસમણ આપી “ઈચ્છાકારેણુ સદસહ ભગવન્! વસહ પવેલ ?” કહે, ગુરુમહારાજ
પા” કહે. પછી “ઇચ્છ' કહી ખમાસમણ આપી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સુદ્ધા વસહી?” કહે, ત્યારે ગુરુ “તહતિ” કહે. પછી ખમાસમણ આપી “ઈચ્છાકરેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું?” કહે, ત્યારે ગુરૂ પડિલેહ” કહે. પછી “ઇચ્છે” કહી મુહપત્તિ પડિલેહી બે વાંદણ આપી, અથવા ઉપવાસ હોય તે એક ખમાસમણ આપી “ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણની આશ દેશોજી” એમ કહે, ત્યારે ગુરુ પચ્ચકખાણ આપે. તેમાં એકાશન કે આયંબિલને દિવસે મુહપત્તિ પડિલેહી બે વાંદણા દઈને પાણહારનું પચ્ચખાણ કરવું. ઉપવાસને દિવસે તિવિહાર ઉપવાસવાળાએ મુહપત્તિ પડિલેહી ખમાસમણ દઈને પાણહારનું પચ્ચખાણ કરવું, અને ચોવિહાર ઉપવાસવાળાએ મુહપત્તિ પડિલેહી ખમાસમણ દઈને ચૌવિહારનું પચ્ચખાણ લેવું. પછી બે વાંદણા દઈ ઈચ્છકારેણ સંદિસહ ભગવન! બેસણે સંદિસાહે?” ગુરુ કહે “ સંદિસાવહ શિષ્ય કહે “ઈચ્છા બેસણે ઠાઉ ?” ગુરૂ કહે “ઠાએહ” પછી શિષ્ય “ઈચ્છ” કહી ખમાસમણું આપી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! Úડિલ પડિલેહું?” કહે ત્યારે ગુરુ “પડિલેહણ” કહે. પછી
* ઉપધાનના પિસહ સિવાય બીજા પિસહમાં સવારે ચૌવિહાર ઉપવાસનું પચ્ચખાણ કર્યું હોય તે તેને સાંજે પચ્ચખાણ લેવાની , જરૂર નથી. ઉપધાનમાં ચૌવિહારનું કરવું.