________________
સર્ગ ૧ લે નિષ્ફટ સધાવ્યું. પિતે અષ્ટમભક્ત કરીને ગંગાદેવીને સાધી. પછી ગુફાના અધિષ્ઠાયક દેવને સાધીને સેનાપતિ પાસે સિંધુનું બીજુ નિષ્ફટ સધાવી ચક્રને અનુસરી ત્યાંથી પાછા ફરી વૈતાઢયગિરિ પાસે આવ્યા. ત્યાં વૈતાઢય ઉપરની બંને શ્રેણીના વિદ્યાધરને વશ કરી લીધા. પછી ખંડપ્રપાતા ગુફાના અધિષ્ઠાયક દેવને સાધી સેના પતિ પાસે ગુહાના કમાડ ઉઘડાવીને ચક્રી રમૈન્ય સહિત વતાઢયગિરિની બહાર નીકળ્યા. પછી પ્રિય મિત્ર ચક્રવતીએ અષ્ટમ તપ કર્યો, જેથી નૈસર્પ વિગેરે નવનિધિ તેને વશ થયા. પછી સેનાપતિ પાસે ગંગાનું બીજું નિષ્ફટ સધાવી છ ખંડન વિજય કરી પ્રિય મિત્ર ચક્રવતી મૂકા નગરીએ આવ્યા. ત્યાં દેવતાઓએ અને રાજાઓએ મળી બાર વર્ષના મહોત્સવ પૂર્વક તેમના ચક્રવત્તી પણાનો અભિષેક કર્યો. પછી એ રાજા નીતિથી પૃથ્વીનું પાલન કરવા લાગ્યો.
* એક વખત મૂકાનગરીના ઉદ્યાનમાં પોકિલ નામના આચાર્ય સમેસર્યા. તેમની પાસેથી ધર્મ સાંભળી પુત્રને રાજ્યપર બેસાડીને તેમણે દીક્ષા લીધી, અને કેટી વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું. પછી એકંદર રાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામીને મહાશુક્ર દેવલોકે સર્વાર્થ નામના વિમાનને વિષે દેવતા થયા.
મહાશુક્ર દેવલોકથી રચવી ભરતખંડને વિષે છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીથી નંદન નામે પુત્ર થયે. તે યૌવનવાનું થતાં રાજ્યપર બેસાડીને જિતશત્રુ રાજાએ સંસારથી નિર્વેદ પામી દીક્ષા લીધી. લોકોને આનંદ ઉત્પન્ન કરનાર તે નંદનરાજા સમૃદ્ધિથી ઈદ્રના જે થઈ યથાવિધિ પૃથ્વીપર રાજ્ય કરવા લાગ્યો. અનુક્રમે જન્મથી ચિવશ લાખ વર્ષ વ્યતિક્રમાવી વિરક્ત થઈને તે નંદન રાજાએ પોકિલાચાર્ય પાસે દીક્ષા લીધી.નિરંતર માસોપવાસ કરવા વડે પિતાના શ્રમણ્યને ઉત્કૃષ્ટસ્થિતિએ પહોંચાડતા નંદનમુનિ ગુરૂની સાથે ગ્રામ, આકર અને પુર વિગેરેમાં વિહાર કરવા લાગ્યા. તે બંને પ્રકારના અપધ્યાન (આર્ત, રૌદ્ર)થી અને દ્વિવિધ બંધન (રાગ ષ)થી વર્જિત હતા; ત્રણ પ્રકારના દંડ (મન, વચન, કાય), ત્રણ પ્રકારના ગૌરવ (ઋદ્ધિ, રસ, શાતા) અને ત્રણ જાતિના શિલ્ય (માયા, નિદાન, મિથ્યા દર્શન)થી રહિત હતા, ચાર કષાયને તેમણે ક્ષીણ કર્યા હતા, ચાર સંજ્ઞાથી વર્જિત હતા, ચાર પ્રકારની વિકથાથી રહિત હતા, ચતુર્વિધ ધર્મમાં પરાયણ હતા અને ચાર પ્રકારના ઉપસર્ગોથી પણ તેને ઉદ્યમ અખલિત હત; પંચવિધ મહાવ્રતમાં સદા ઉદ્યોગી હતા અને પંચવિધ કામ (પાંચ ઈદ્રિના વિષય)ના સદા દ્રષી હતા, પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આસક્ત હતા, પાંચ પ્રકારની સમિતિને ધારણ કરતા હતા અને પાંચ ઈદ્રિને જીતનારા હતા; ષડૂ જવનિકાયના રક્ષક હતા, સાત ભયના સ્થાનથી વર્જિત હતા, આઠ મદના સ્થાનથી વિમુક્ત હતા, નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિને પાળતા હતા અને દશ પ્રકારના યતિધર્મને ધારણ કરતા હતા, સમ્યફ પ્રકારે એકાદશ અંગનું અધ્યયન કરતા હતા, બાર પ્રકારની યતિપ્રતિમાને વહન કરવાની રૂચિવાળા હતા; દુસહ એવી પરીષહની પરંપરાને તે સહન કરતા હતા અને તેઓને કોઈ પ્રકારની સ્પૃહા નહોતી. આવા તે નંદના મુનિએ એક લાખ વર્ષ સુધી તપ કર્યું. એ મહા તપસ્વી મુનિએ અહંત ભક્તિ વિગેરે વીશ સ્થાનકના આરાધનથી દુઃખે મેળવી શકાય તેવું તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. એવી રીતે મૂળથીજ નિષ્કલંક એવા સાધુપણાને આચરીને આયુષ્યને અંતે તેમણે આ પ્રમાણે આરાધના કરી. *
કાળ અને વિનય વિગેરે જે આઠ પ્રકારને જ્ઞાનાચાર કહે છે, તેમાં મને જે કોઈ પણ અતિચાર લા હોય તો તેને મન, વચન, કાયાથી હું નિંદુ છું. નિઃશંકિત વિગેરે જે આઠ પ્રકારને દર્શનાચાર કહ્યો છે, તેમાં જે કંઈ પણ અતિચાર થયો હોય તો તેને હું મન, વચન, કાયાએ કરી સરાવું છું. લોભથી કે મોહથી મેં પ્રાણુઓની સૂક્ષ્મ કે બાદર