________________
સગર જો
શ્રી મહાવીર જન્મ અને દીક્ષા મહોત્સવ
આ જાંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામે એક બ્રાહ્મણ લેકાનું ગામ હતુ. ત્યાં કાંડાલસ નામના કુળમાં ઉત્પન્ન થયેલ ઋષભદત્તા નામે એક બ્રાહ્મણ રહેતા હતા, તેને દેવાના નામે એક જાલધર કુળની ભાર્યા હતી. આષાઢ માસની શુકલ ષષ્ઠીએ ચંદ્ર હસ્તેાત્તર (ઉત્તરાષાઢા) નક્ષત્રમાં આવતાં નંદન મુનિના જીવ દશમા દેવલાકમાંથી ચવીને દેવાન દાની કુક્ષિમાં અવતર્યાં. તે વખતે સુખે સુતેલા દેવાનંદાએ ચૌદ મહાસ્વપ્ન અવલેાકળ્યા. પ્રાત:કાળે તેણીએ તે પેાતાના સ્વામીને જણાવ્યા. ઋષભદત્તે તે સ'બ`ધી વિચાર કરીને કહ્યું કે, આ સ્વપ્ના જોવાથી તમારે ચાર વેદના પારગામી અને પરમ નિષ્ઠાવાળેા પુત્ર થશે, તેમાં જરા પણ સંશય નથી.’ જાણે કલ્પવૃક્ષ આવ્યુ હોય તેમ પ્રભુ જયારે દેવાનંદાની કુક્ષિમાં આવ્યા ત્યારથી તે બ્રાહ્મણને મેાટી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ.
દેવાનંદાના ગર્ભમાં પ્રભુના આવ્યા પછી ખ્યાશી દિવસ વ્યતિત થયા એટલે સોધમ દેવલાકના ઈંદ્રનું સિંહાસન કપાયમાન થયું. અવધિજ્ઞાનથી પ્રભુને દેવાનંદાના ગર્ભમાં આવેલા જાણી શકઈ ન્દ્ર સિહાસનથી ઊભા થઇ નમસ્કાર કરીને આ પ્રમાણે ચિતવવા લાગ્યા કે- ત્રણ જગતના ગુરૂ અર્હ 'ત કદિ પણ તુચ્છ કુળમાં, દરિદ્ર કુળમાં કે ભિક્ષુક કુળમાં ઉત્પન્ન થતા નથી. પણ પુરુષમાં સિ ંહ સમાન તેઓ તે છીપમાં મેાતીની જેમ ઈક્ષ્વાકુ વિગેરે ક્ષત્રીય વશમાંજ ઉત્પન્ન થાય છે, આ પ્રભુ નીચ કુળમાં ઉત્પન્ન થયા તે તે અસંગત થયું છે; પરંતુ પ્રાચીન કને અન્યથા કરવા અર્હત પ્રભુ પણ સમથ નથી. એ પ્રભુએ મરિચિના જન્મમાં કુળમદ કર્યા હતા તેથી જે નીચ ગેાત્ર કર્યું ઉપાર્જન કર્યું હતું તે હજી પણ ઉપસ્થિત છે. પણ કર્મને વશ થઈ નીચ કુળમાં ઉત્પન્ન થયેલા અહંતાને કાઇ મહાકુળમાં લઈ જવા એ સદા અમારો અધિકાર છે. ત્યારે હાલ ભરતક્ષેત્રમાં મોટા વશમાં ઉત્પન્ન થયેલ રાજા અને રાણી કોણ છે ? કે જેને ત્યાં-ડોલરના પુષ્પમાંથી કમલપુષ્પમાં ભ્રમરને લઈ જાય તેમ હું તેમને સંચાર કરાવુ', અહા ! મારા જાણવામાં આવ્યુ, આ ભરતક્ષેત્રમાં મહીમંડલના મડનરૂપ ક્ષત્રીયકુંડ નામે નગર છે, જે મારા નગરના જેવું સુંદર છે. તે વિવિધ ચૈત્યાનુ સ્થળ છે, ધર્માંતુ તે એક કારણ છે, અન્યાયથી રહિત છે અને સાધુએથી પવિત્ર છે. ત્યાંના રહેવાસી લેાકેા મૃગયા અને મદ્યપાન વગેરે વ્યસનાથી અસ્પૃષ્ટ છે. તેથી તે શહેર તીની જેમ ભરતક્ષેત્રમાં જીવાને પવિત્ર કરનારૂ' છે. તે નગરમાં ઈક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલ સિદ્ધાર્થ નામે પ્રખ્યાત રાજા છે. જે ધમ થી જ પેાતાના આત્માને સદા સિદ્ધાર્થ માને છે. તે જીવાજીવાદિ તત્ત્વાને જાણનારા છે, ન્યાયમાર્ગ ના માટો વટેમાર્ગુ છે, પ્રજાને સન્માર્ગે સ્થાપન કરનાર છે, પિતાની જેમ પ્રજાના હિતકામી છે, દિન, અનાથ વિગેરે લેાકેાના ઉદ્ધાર કરવામાં ખરૂપ છે, શરણની ઇચ્છાવાળાને શરણ કરવા લાયક છે અને ક્ષત્રીયામાં શિરામણ છે. તેને સતીજનમાં શ્રેષ્ઠ, અને જેના ગુણ અને આકૃતિ સ્તુતિ કરવા ચાગ્ય છે એવી પુણ્યની ભૂમિરૂપ ત્રિશલા નામે મુખ્ય પટરાણી છે. સ્વભાવથી જ નિર્મળ અને ગુણુરૂપ તરંગેાવાળી તે દેવી સાંપ્રતકાળે ગગા નદીની જેમ પૃથ્વીને પવિત્ર