________________
૫૨
સર્ગ ૪ થે
છેવટે તે તાપસને કોપ ચડે. એટલે તેણે તેની ઉપર તેજલેશ્યા મૂકી. “અતિશે ઘસવાથી ચંદનના કાષ્ઠમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે.” જવાળાઓથી વિકરાળ એવી તે જેલેશ્યાથી ભય પામેલે તે ગે શાળા દાવાનળથી ત્રાસ પામેલો હતી જેમ નદી પાસે જાય તેમ પ્રભુની પાસે આવ્યું. ગોશાળાની રક્ષા કરવાને માટે પ્રભુએ શીતલેશ્યા સામી મૂકી, તેથી જળવડે અગ્નિની જેમ તેજલેશ્યા શમી ગઈ. પ્રભુની તેવી સમૃદ્ધિ (શક્તિ) જેઈને વૈશિકાયત વિસ્મય પામે; તેથી તે શ્રી મહાવીરની પાસે આવી નમ્રતાથી આ પ્રમાણે છે કે, “હે ભગવન્! મેં તમારે આ પ્રભાવ જા નહોતે, માટે મારું આ વિપરીત આચરણ ક્ષમા કરે.' આ પ્રમાણે કહીને તે તાપસ ગયો. ત્યાર પછી ગોશાળે પ્રભુને પૂછયું કે, “હે ભગવંત! આ તેજોવેશ્યાની લબ્ધિ શી રીતે પ્રાપ્ત થતી હશે?' પ્રભુ બોલ્યા- જે મનુષ્ય નિયમધારી થઈ સર્વદા છઠ્ઠ કરે અને એક મુષ્ટિ કુમાષ તથા અંજલિ માત્ર જળથી પારણું કરે તેને છ માસને અંતે અખલિત અને પ્રતિપક્ષીને ભયંકર એવી મહા તેજલેશ્યા ઉપજે.
પછી કૂર્મપ્રામથી વિહાર કરીને પ્રભુ ગોશાળા સહિત સિદ્ધાર્થ પુર નામના ઉત્તમ નગર તરફ ચાલ્યા. માર્ગમાં પેલું તિલના વૃક્ષનું ભોયું જ્યાં પડેલું હતું તે પ્રદેશ આવ્યા, એટલે ગોશાળે કહ્યું કે, “હે સ્વામી ! આપે જે તિલને છોડ ઉગવાનો કહ્યો હતો તે ઉો નથી.” પ્રભુ બોલ્યા-‘ઉગે છે, અને તે અહીં જ છે.” ગોશાળે તે વાત માની નહીં. પછી તેણે તે તિલને છોડ લઈને તેની શીંગ ચીરી, તો તેમાં તિલના બરાબર સાત દાણા ઉગેલા દીઠા. એટલે ગોશાળો બોલ્યો કે, “શરીરનું પરાવર્તન કરીને પાછા જંતુઓ ત્યાં ને ત્યાંજ ઉત્પન્ન થાય છે.”
પછી પ્રભુએ તે જલેશ્યાને જે વિધિ કહ્યો હતો તે પ્રમાણે તેજલેશ્યા સાધવને માટે ગોશાળ પ્રભુને છોડીને શ્રાવસ્તી નગરીએ ગયે. ત્યાં એક કુંભારની શાળામાં રહીને પ્રભુએ જેમ કહ્યું હતું તેમ છ માસ પર્યત તપ કર્યું અને તેજલેશ્યા સિદ્ધ કરી. પછી તેની પરીક્ષા કરવાને માટે તે એક કૂવાને કાંઠે ગયો અને પિતાને કેપ ઉત્પન્ન કરવા માટે કોઈ દાસીનો ઘડે કાંકરે મારીને ફેક્યો. દાસીએ તેને ગાળ આપવા માંડી, એટલે તેણે તત્કાળ ક્રોધ કરીને તેના પર તેજલેશ્યા મૂકી, જેથી તે દાસી વીજળી પડવાથી બળે તેમ બળી ગઈ અને તેને તેજલેશ્યાની પ્રતીતિ થઈ. પછી કૌતુક જોવાની પ્રીતિવાળો ગોશાળ લેકેથી પરિવૃત થઈ વિહાર કરવા લાગ્યો.
એક વખત શ્રી પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્ય કે જેઓએ ચારિત્ર તજી દીધું હતું અને અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત હતા, તેઓ ગોશાળાને મળ્યા. તેઓના શણ, કલિંદ, કર્ણિકા૨, અછિદ્ર, અગ્નિશાન અને અર્જુન એવા નામ હતા. તેઓએ સૌપહુદપણુથી ગશાળાને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન બતાવ્યું. “સમાન શીળવાળા પુરૂષને સદ્ય મંત્રી થાય છે.” તેજલેષ્યા અને અષ્ટાંગ નિમિત્તનું જ્ઞાન મળવાથી ગર્વ ધરતો ગશાળો હું જિનેશ્વર છું” એમ કહેતો પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા.
પ્રભુ સિદ્ધાર્થ પરથી વિહાર કરીને વૈશાળી નગરીએ પધાર્યા. ત્યાં પ્રભુના પિતાનો મિત્ર શંખ ગણરાજ મેટો પરિવાર લઈને પ્રભુની સામે આવ્યો અને પૂજા કરી. ત્યાંથી વિહાર કરીને ભગવંત વાણિજક ગામ તરફ ચાલ્યા. માર્ગમાં મંબિકીકા નામે એક નદી આવી તે નાવવડે ઉતર્યા. પ્રભુ નાવમાંથી ઉતરવા લાગ્યા, એટલે નાવીકે તપેલી રેતીવાળા તટ ઉપર નાવ રાખીને નદી ઉતારવાનું મૂલ્ય માગ્યું. તે વખતે શંખ ગણરાજનો ભાણેજ