________________
પર્વ ૧૦ મું
૮૩
તેજ નગરમાં નાગ નામે એક રથિક હતું, તે પ્રસેનજિત રાજાના ચરણકમલમાં ભ્રમરરૂપ હતું. તેમજ તે દયા અને દાનમાં આદરવાળે, પરનારીને સહોદર, વીર, ધીર અને સર્વ કળાને અધ્યેતા હતો. જેથી તે સર્વ ગુણના એક સ્થાનરૂપ ગણાતો. તેને સુલસા નામે સ્ત્રી હતી, તે પુણ્યકર્મમાં આલસ્ય વગરની અને દેહધારી પુણ્યલમી હોય તેવી હતી. સાથે ધૂલિક્રીડા કરનારા બાળકની જેમ તેનામાં પતિવ્રતાપણું, સમકિત, સરલતા વિગેરે ગુણે એકીસાથે વસતા હતા. એક વખતે નાગ રથિક પોતે અપુત્ર હોવાથી નાળવા સહિત કમળ જેવા કર ઉપર મુખ રાખી ચિંતા કરવા લાગ્યો કે “હું પુત્રને હલાવીશ અને તેનું લાલન પાલન કરીશ આ મારે મનોરથ પુત્ર વગર અવકેશી (વધ્ય) વૃત્રની જેમ નિષ્ફળ થયે. જેઓએ બાલ્યવયમાં બ્રહ્મચર્ય પાળ્યું નહિ અને યુવાવસ્થામાં પુત્રનું મુખ જોયું નહીં તેઓના બંને લોકને ઠગનારા કામીપણાને ધિક્કાર છે.” આ પ્રમાણે કાદવમાં ખુંચેલા હાથીની જેમ ચિંતામાં મગ્ન થયેલા અને જેનું મુખ વિવર્ણ થઈ ગયેલું છે એવા પતિને જોઈ તેની પ્રત્યે સુલતાએ વિનયથી અંજલિ જોડીને કહ્યું કે “હે નાથ ! તમે હસ્તરૂપ શયામાં મુખ રાખ્યું છે તે તમને કાંઈ ચિંતા હોય એમ કહી આપે છે. તે આપ શી ચિંતા કરો છો ? તે કહે, અને મને તેની ભાગીદાર કરે.” નાગ સારથી બે કે-“હું અપુત્ર છું, પુત્રપ્રાપ્તિની ઘણી વાંચ્છા છે, પરંતુ પુત્ર કે પુત્રીની ઈચ્છા કરતા એવા મને તેની પ્રાપ્તિનો કાંઈ પણ ઉપાય સૂજતો નથી.” સુલસા બેલી-“સ્વામી ! તમે બીજી ઘણી કન્યાઓ પરણે, તેઓમાંથી શું એક પણ પુત્રને પ્રસવ કરનારી નહિ થાય ?” નાગ બોલ્યા-“હે પ્રિયે ! આ જન્મમાં હું તારાથી જ સ્ત્રીવાળે રહેવાનો છું, બીજી સ્ત્રી કદિ પણ પરણવાને નથી તો પછી તેમનાથી પુત્રોની તે વાત જ શી કરવી ? હે પ્રિયદર્શના ! હું તે તારાથી થયેલા પુત્રને જ ઈચ્છું છું
ચરકાળે પણ આ પણ બનેની પ્રીતિરૂપ વલ્લીમાં ફળરૂપ થાય. તું જ મારા પ્રાણ, શરીર, મંત્રી અને મિત્ર છે, માટે પુત્રને અર્થે કઈ દેવની માનતા-બાધા વિગેરે કરવાવડે યત્ન કર.” સુલસા બેલી-“પ્રિય સ્વામી ! હું શ્રી અર્વતની આરાધના કરીશ, કારણ કે અહંતની આરાધના સર્વ કાર્યમાં ઇછિત ફળને આપનારી છે.” પછી તે સુલસા આચાસ્લ વિગેરે દુસ્સહ તપ કરવાવડે જન્મથી જ પવિત્ર એવા પોતાના આત્માને વિશેષે પવિત્ર કરવા લાગી, વિકાસ પામેલી નવમલ્લિકાની જેમ મોતીનાંજ આભૂષણો પહેરવા લાગી, કસુંબી વસ્ત્રોથી અરુણ અજવાળી પ્રાતઃકાળની સંધ્યાની જેવી દેખાવા લાગી અને વિતરાગની પૂજામાં તેમજ બ્રહ્મચર્યમાં તત્પર રહેતી હતી પતિના દુઃખથી કમળ મનવાળી થઈને સમાધિથી રહેવા લાગી.
અહીં પ્રથમ સ્વર્ગમાં દેવોની સભામાં શકઈ પ્રશંસા કરી કે, હાલ ભરતક્ષેત્રમાં ખરી શ્રાવિકા સુલસા છે.” તે સાંભળી એક દેવે વિસ્મય પામી કાન ઉંચા કર્યા અને સુલસાના શ્રાવિકાપણાની પરીક્ષા કરવાને માટે અહીં આવ્યું. તે વખતે સુલસા દેવાર્શન કરતી હતી, ત્યાં તે સાધુનું રૂપ લઈ “નિસિપી” બોલતો ઘરદેરાસરમાં પેઠો. અભ્ર વગરની વૃષ્ટિની જેમ તે મુનિને અચાનક આવેલા જોઈ ભુલસાએ તેમને ભક્તિથી વંદના કરી અને તેમના આવવાનું કારણ પૂછયું. તે બે - “મને કઈ વૈદ્ય કહ્યું છે કે તમારે ઘેર લક્ષપાક તેલ છે, તે તે ગ્લાન સાધુને માટે મને આપ.” “મારૂ લક્ષપાક તેલ સાધુને ઉપયોગમાં આવવાથી સફળ થશે.” એમ બોલતી તે હર્ષ થી તેલને કુંભ લેવા ચાલી. કુંભ લઈને આવતાં દેવતા એ શક્તિથી તે તેલને કુંભ તેના હાથમાંથી પાડી નાખે. તત્કાલ માળમાંથી પડી ગયેલા ઈડાની જેમ તે તડ દઈને કુટી ગયે. એટલે સુલસા ફરીવાર બીજો તેલને કુંભ