________________
૧૦૪
સગ ૭ મો
તારામાં કાંઈ પણ કુડ છે કે જેથી તારી કહેલી વિદ્યા મારા હૃદયમાં સંક્રમિત થતી નથી.” તે સમયે અભયકુમારે કહ્યું કે “હે દેવ ! અત્યારે એ તમારો વિદ્યાગુરૂ છે અને જેઓ ગુરૂને વિનય કરે તેઓને જ વિદ્યા સંકુરે છે, અન્યથા કુરતી નથી, તેથી આ માતંગપતિને તમારા સિંહાસન પર બેસાડો અને તમે અંજલિ જોડીને તેની સામે પૃથ્વી પર બેસે, એટલે વિદ્યા આવડશે.” વિદ્યાના અર્થી રાજાએ તે પ્રમાણે કર્યું. કારણ કે નીચથી પણ ઉત્તમ વિદ્યા ગ્રહણ કરવી એ પ્રખ્યાત નીતિ છે. પછી રાજાએ તેના મુખથી ઉન્મામિની અને અનામિની બે વિદ્યા સાંભળી, એટલે દર્પણમાં પ્રતિબિંબની જેમ તે તરત જ રાજાના હૃદયમાં વસી ગઈ. પછી અભયે અંજલિ જોડવાપૂર્વક રાજાને વિનવીને વિદ્યાગુરૂપણને પામેલા તે ચા૨ને છોડાવી મૂકયો.
અન્યદા જ્ઞાતનંદન શ્રી વિરપ્રભુ રાજગૃહે સમવસર્યા. તે સાંભળી રાજા શ્રેણિક ભૂમિપર રહેલે ઇંદ્ર હોય તેમ મોટા આડંબરથી વાંદવા ચાલ્યા. તે વખતે ગજેદ્રોના ઘંટના ટંકારથી તે દિશાઓને પૂરતો હતો, હષા શબ્દથી પરસ્પર વાર્તા કરતા હોય તેવા અને વાદ્યાલી રૂપ રંગભૂમિમાં નટ જેવા અશ્વોથી ભૂમિતળને રૂંધતો હતો. આકાશમાંથી ઉતરતા મેઘમંડળની શેભાને અનુસરતા મયૂરરૂપી ત્રેથી તેની સેના શોભતી હતી, વાહનની નૃત્ય કરતા અશ્વની સ્પર્ધાથી તેનું રત્નમય તાડંક નાચતું હતું તે જાણે તેના આસનની સાથે જ ઉપર્યું હોય તેમ દેખાતું હતું, માથે પૂર્ણિમાના ચંદ્ર જેવું શ્વેત છત્ર ધર્યું હતું, ગંગા, અને યમુના જેવા ચામરેને વારાંગનાઓ વીંજતી હતી અને સુવર્ણના અલંકારોને ધારણ કરનારા ભાટ ચારણે તેની સ્તુતિ કરી રહ્યા હતા.
એ સમયે માર્ગે ચાલ્યા જતાં જમ્યા પછી તરત જ છોડી દીધેલી એક બાલિકા સૈનિકોના જોવામાં આવી, પરંતુ જાણે નરકનો અંશ આવ્યો હોય તેમ તેના શરીરમાંથી અત્યંત દુગધ છુટતો હતે. તે દુર્ગંધને સહન નહિ કરી શકવાથી સાયંકાળે પ્રાણાયામ કરનારા ગાયત્રી મંત્રને જા૫કૅની જેમ સર્વેએ તિપિતાની નાસિકાને બંધ કરી દીધી. શ્રેણિકે તેમ જોઈ પરિજનને પૂછ્યું કે, “શું છે?” એટલે પરિજને જમ્યા પછી તરત જ છેડી દીધેલી તે દુર્ગધાને જણાવી. રાજા શ્રેણિક હંમેશા અરિહંતના મુખથી બાર પ્રકારની ભાવનાને સાંભળનારે હતા, તેથી તેને કિંચિત્ પણ જુગુપ્સા આવી નહીં અને તરત જ તે બાળાને જોઈને પોતે આગળ ચાલ્યા. પછી સમવસરણમાં આવીને પ્રભુને વાંદીને ગ્ય અવસરે તે દુર્ગધાની કથા પૂછી.
પ્રભુ બોલ્યા કે, “તમારી આસપાસના પ્રદેશમાં શાલી નામે ગામમાં ધનમિત્ર નામે એક શ્રેષ્ટિ રહેતો હતો. તેને ધનશ્રી નામે એક પુત્રી થઈ હતી. અન્યદા શ્રેષ્ટિએ તે ધનશ્રીને વિવાહમહોત્સવ પ્રારંભે હતો, તેવામાં ગ્રીષ્મ ઋતુમાં વિહાર કરતા કેઈ સાધુઓ ત્યાં આવી ચડ્યા તેથી શ્રેષ્ટિએ તે સાધુઓને વહોરાવવા ઘનશ્રીને આજ્ઞા કરી. સારા આચરણવાળી તે બાળા પિતાની આજ્ઞાથી તત્કાળ મુનિઓને પ્રતિલાભિત કરવાને પ્રવતી. તે વખતે પસીનાથી જેઓના અંગ અને વસ્ત્ર મલીન થયેલા હતા, એવા તે મુનિઓને વહેરાવતાં તેના મળને દુર્ગધ ધનશ્રીને આવ્ય; તેથી સુગધી અને નિર્મળ વસ્ત્રવાળી, વિવિધ અલંકારને ધારણ કરનારી, અંગરાગથી લિપ્ત થયેલી અને શૃંગારમાં મેહિત એવી તે બાળા ચિંતવવા લાગી કે, અહંત પ્રભુએ જે ધર્મ કરે છે, તે બધી રીતે નિર્દોષ છે, પણ જો તેમાં પ્રાસુક જળથી પણ સ્નાન કરવાની મુનિને આશા હોત તો તેમાં શું દોષ હતો?” આ પ્રમાણે મુનિઓના મળની દુર્ગધથી કરેલી જુગુપ્સાવડે બાંધેલા દુષ્કર્મને લાગ્યા કે પ્રતિક્રમ્યા વગર અન્યદા