________________
પર્વ ૧૦ મું
૧૮૫ એટલે ઉદાયન મુનિ વિષસહિત દધિનો આહાર કરશે. જ્યારે ચૈતન્યને ચારનારા વિપ વડે મુનિ પિતાનું અવસાન સમય જાણશે ત્યારે તત્કાળ અનશન ગ્રહણ કરશે. એક માસ પર્યતા સમાધિપૂર્વક અનશન પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મૃત્યુ પામીને તે મોક્ષે જશે. ઉદાયન મોક્ષે ગયા પછી પેલે દેવ ત્યાં આવશે. તે અવધિજ્ઞાનથી બધું વૃત્તાંત જાણી કાળરાત્રિની જેમ કે પાયમાન થશે, અને તેવા કે પછી તે વીતભયનગરને રજ વડે પૂરી દેશે. ત્યારપછી પણ નિર તર ધુળિની વૃષ્ટિ કર્યા કરશે હે મહાભાગ અભય ! તે વખતે કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી પેલી પ્રતિમા નિધિની જેમ પૃથ્વીમાં દટાઈ જશે. ઉદાયન મહામુનિને શય્યાતર કુંભકાર કે જે નિરપરાધી હતો, તેને ધુળી વર્ષાવનાર દેવ ત્યાંથી હરી જઈ સિનપલ્લીમાં લાવી તેના નામથી “કુંભકારકૃત’ નામનું એક સ્થાન વસાવી દઈ ત્યાં રાખશે.”
આ પ્રમાણે હકીકત સાંભળીને અભયકુમારે પ્રભુને નમીને પૂછયું કે, “હે સ્વામિનું ! ઉદાયન મુનિના કુમાર અભીચિની શી ગતિ થશે ?' પ્રભુ બોલ્યા- જ્યારે ઉદાયન પિતાના ભાણેજ કેશીને રાજ્ય આપશે ત્યારે પ્રભાવતીનો પુત્ર અભીચિ ચિંતવશે કે, “મારા જે રાજ્યાધિકારી અને ભક્તિવાન પુત્ર છતાં પિતાએ કરજ દેવાની જેમ કેશીને રાજ્ય આપ્યું,
આ તે મારા પિતાને શો વિવેક? કેમકે કેશી તો બહેનનો પુત્ર હોવાથી માત્ર હા હા કહેવાનો જ અધિકારી છે. પણ મારા પિતા સ્વતંત્ર છે, તેથી તે જે કરવાને ઈરછે તે ભલે કરે. પણ હું કેશીની સેવા શા માટે કરૂં? કેમકે હું તો રાજપુત્ર છું.' આ પ્રમાણે ચિંતવી પિતાથી પરાભવ પામેલે અભીચિ કૃણિકની પાસે જશે. “અભિમાની પુરૂષોને પરાભવ થવાથી વિદેશ જવું તે જ સારું છે,” કૃણિક અભીચિની માશીને પુત્ર થતો હતો, તેથી અભીચિને આવેલો જોઈ તે સન્માન આપશે, એટલે ત્યાં સુખે રહેશે. સાધુઓને ઉપાસક અને જીવ અજીવ વિગેરે તને જાણનાર અભી ચ ત્યાં રહ્યો છતો શ્રાવકધર્મને યથાર્થ રીતે પાળશે. ઘણા વર્ષ સુધી અખંડિતપણે ગૃહીધર્મને પાળતાં છતાં અભીચિ ઉદાયને કરેલા પરાભવને સંભારી તે વરને સમાવી શકશે નહીં. પ્રાંતે સારી રીતે સંલેખના કરી પાક્ષિક અનશન આરાધી પિતાના વૈરની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે ઉત્તમ દેવતા થશે. ત્યાં એક પલ્યોપમનું આયુષ્ય નિર્ગમી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ અભીચિને જીવ મિસે જશે.
અભયકુમારે પુનઃ પૂછયું, “હે પ્રભુ! તમે કહ્યું કે કપિલ મુનિએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા પૃથ્વીમાં દટાઈ જશે, તે પછી ક્યારે પ્રગટ થશે?” પ્રભુ બોલ્યા કે સૌરાષ્ટ્ર, લાટ અને ગુર્જર દેશના સીમાડામાં અણહિલપુર પાટણ નામે એક નગર વસશે, તે નગર આર્યભૂમિનું શિરોમણિ, કલ્યાણનું સ્થાન અને અહંત ધર્મનું એક છત્રરૂપ તીર્થ થશે. ત્યાં રૌત્યને વિષે રહેલી રત્ન મયી નિર્મળ અહંતુ પ્રતિમાઓ નંદીશ્વર વિગેરે સ્થાનની પ્રતિમાની સત્યતા બતાવી આપશે. પ્રકાશમાન સુવર્ણ કળશોની શ્રેણિથી જેમના શિખર અવંકૃત છે એવા તે રૌથી જાણે સૂર્ય ત્યાં આવીને વિશ્રાંત થયું હોય તેવી શોભાને ધારણ કરશે. ત્યાં પ્રાયઃ સર્વ જન શ્રાવક થશે, અને તેઓ અતિથિ વિભાગ કરીને જ ભોજન કરશે. બીજાની સંપત્તિમાં ઈર્ષ્યા રહિત, સ્વસંપત્તિથી સંતુષ્ટ અને પાત્રમાં દાન આપનાર એવી ત્યાંની પ્રજા થશે. અલકાપુરીમાં યક્ષની જેમ ત્યાં ઘણા ધનાઢય શ્રાવકો થશે, તેઓ અત્યંત આર્ટસ્ બની સાતક્ષેત્રોમાં દ્રવ્યને વાપરશે. સુષમા કાળની જેમ ત્યાંના સર્વે લેકો પરધન અને પરસ્ત્રીથી વિમુખ થશે. હે અભયકુમાર ! અમારા નિર્વાણ પછી સેળસે ને એગણોતેર વર્ષ જશે, ત્યારે એ નગરમાં ચૌલુક્ય કુળમાં ચંદ્રમાન, પ્રચંડ પરાક્રમી અને અખંડ શાસનવાળા કુમારપાળ નામે ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર રાજા
૨૪.