________________
પૂર્વ ૧૦ મુ
૧૫
હિમાલયરૂપ હતા. ઘણા તપના પ્રભાવના સ્થાનરૂપ અને વિશ્વને પ્રોાધ કરવામાં સૂર્ય રૂપ એવા તે સૂરિ શ્રી શાંતિચરિત્ર તથા ઠાણા પ્રકરણની વૃત્તિ કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે, તે દેવચંદ્રસૂરિના ચરણકમળમાં ભ્રમરરૂપ હેમચંદ્ર નામે આચાય થયા, કે જેઓએ તે ગુરૂના પ્રસાદથી જ્ઞાનસપત્તિના મહાય પ્રાપ્ત કર્યાં,
ચેઢી, દશા, માલવ, મહારાષ્ટ્ર, કુરૂ, સિંધુ અને બીજા દુર્ગામ દેશેાને પેાતાના ભુજવીની શક્તિથી હરિની જેમ જિતનાર, પરમ આત, વિનયવાન્ અને ચૌલુકયકુળના શ્રી મૂલરાજના વંશમાં થયેલા શ્રી કુમારપાલ રાજાએ એક વખતે તે શ્રી હેમચ‘દ્રસૂરિને નમીને આ પ્રમાણે કહ્યું કે “હે સ્વામી! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા જે તમે તેમની આજ્ઞાને પ્રાપ્ત કરીને નક ગતિ સંબધી આયુષ્યના નિમિત્તરૂપ મૃગયા, દ્યુત અને મદિરા વિગેરે દુર્ગુણાને મારી પૃથ્વીમાંથી મેં નિષિદ્ધ કર્યા છે, તથા પુત્ર રાહત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મે' છેડી દીધેલું છે અને બધી પૃથ્વી અરિહંતના ચૈત્યવડે સુશાભિત કરી દીધી છે, તે હવે હુ‘સાંપ્રતકાળમાં સ’પ્રતિરાજા જેવા થયા છું. પૂર્વે મારા પૂર્વે જ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિ (વિવરણ)થી યુક્ત એવું સાંગ વ્યાકરણ (સિદ્ધ હેમચંદ્ર રચેલું છે, તેમ જ મારે માટે નિળ યોગશાસ્ત્ર રચેલુ' છે અને લેાકાને માટે દ્વાશ્રયકાવ્ય, છ દાનુશાસન, કાવ્યાનુશાસન અને નામસંગ્રહ (અભિધાન ચિંતામણિ વિગેરે કોષ) પ્રમુખ ખીજા શાઓ પણ રચેલા છે. હે સ્વામી ! જો કે તમે સ્વયમેવ લાકોપર ઉપકાર કરવાને અર્થે સજ્જ થયા છે, તથાપિ મારી પ્રાર્થના છે કે, મારા જેવા મનુષ્યાને પ્રતિાધ થવાને માટે આપ ત્રિષિષ્ટિ શલાકા પુરૂષોના ચરિત્ર પ્રકાશ કરો.” આ પ્રમાણેના શ્રી કુમારપાળ રાજાના આગ્રહથી શ્રી હેમાચાર્ય ધર્મોપદેશ જેતુ' એક પ્રધાન ફળ છે એવુ' આ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપિત કર્યુ. અર્થાત્ રચ્યું.
જ્યાં સુધી સુવર્ણગિરિ (મેરૂ) આ જ ખૂદ્વીપરૂપ કમળમાં કણિકાનું રૂપ ધારણ કરે, ત્યાં સુધી સમુદ્ર પૃથ્વીની ફરતા ફરતા કરી વળેલા રહે અને જ્યાં સુધી સૂર્ય ચંદ્ર આકાશમાર્ગોમાં જ્યાં પાંથ થઈને ભસ્યા કરે ત્યાં સુધી આ ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચિત્ર મહાકાવ્ય જૈનશાસનરૂપ પૃથ્વી ઉપર જયવંતુ વો
|| ઇતિ પ્રશસ્તિ સમાપ્ત ।।
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર સમાપ્ત.