Book Title: Trishashti Shalaka Purush Charitra Part 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 210
________________ ૧૯૫ પર્વ ૧૦ મું સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે, ત્યાં અરૂણાભ નામના વિમાનમાં ચાર ૫૫મનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. તેને મિથ્યાવી મિત્ર પણ વરૂણના માર્ગે જ મૃત્યુ પામી તેને મિત્ર દેવતા થઈ કોઈ ઉત્તમ કુળમાં મનુષ્ય થશે, અને ફરીને વિદેહક્ષેત્રમાં પુન: ઉત્તમ કુળમાં મનુષ્યપણું પ્રાપ્ત કરી મુક્તિમાર્ગને આરાધીને મોક્ષપદને પામશે. મરણ પામવાના ખબર મળવાથી ચેટકરાજાના સુભટે લાકડીને સ્પર્શ થવાથી વરાહની જેમ યુદ્ધ કરવાને દ્વિગુણ ઉત્સાહ ધરાવવા લાગ્યા. તે ઉપરથી ગણરાજ વડે સનાથ થયેલા ચેટકની સેનાના સુભટેએ ક્રોધ વડે હઠ ડશીને કૃણિકની સેનાને ઘણ કુટી. પિતાના સૌન્યને એ પ્રમાણે કુટાતું જોઈને કૃણિક રાજા પથ્થરથી હણાયેલા સિંહની જેમ ક્રોધવડે ઉદ્ધત થઈને પિોતે દોડી આવ્ય વીર જર કૃણિકે સરોવરની જેમ રણભૂમિમાં કીડા કરીને શત્રુના સૈન્યને કમળ ખંડની જેમ દશે દિશાએ વિખેરી નાંખ્યું; તેથી કૃણિકને દુર્જય જાણું અતિ ક્રોધ પામેલે ચેટક કે જે શૌર્ય રૂપ ધનવાળે હવે તેણે ધનુષ્ય ઉપર પેલું દિવ્ય બાણ ચઢાવ્યું તે સમયે શકે કે કૂણિકની આગળ વજ કવચ રાખ્યું અને અમરે તેની પછવાડે લેહકવચ રાખ્યું. પછી વૈશાળીનગરીના પતિ ચેટકે ધનુષ્યને કાન સુધી ખેંચી દિવ્ય બાણ છોડયું પણ તે વા કવચથી ખલિત થઈ ગયું. તે અમેઘ બાણને નિષ્ફળ થયેલું જેઈને ચેટકરાજાના સુભટ તેના પુણ્યને ક્ષય માનવા લાગ્યા, સત્ય પ્રતિજ્ઞાવાળા ચેટકે બીજું બાણ છેડ્યું, તો તે પણ નિષ્ફળ થયું એટલે તે પાછો ફર્યો. બીજે દિવસે પણ તે જ પ્રમાણે યુદ્ધ થયું, અને ચેટકે તે જ પ્રમાણે બાણ મૂક્યા પણ તે સફળ થયા નહીં એવી રીતે તેમનું દિવસે દિવસે અતિ ઘોર યુદ્ધ થયું અને બંને પક્ષના મળીને એક કેટી ને એંશી લાખ સુભટો મૃત્યુ પામ્યા. તેઓ તિર્યંચમાં અને નારકીમાં ઉત્પન્ન થયા. પછી ગણરાજાએ નાશી પિતપોતાના નગરમાં ચાલ્યા ગયા. એટલે ચેટકરાજા પણ પલાયન કરીને પિતાની નગરીમાં પેશી ગયે; એટલે કૃણિકે આવીને વિશાળી નગરીને રૂધી લીધી. પછી દરરોજ રાત્રીએ સેચનક હાથી ઉપર ચડીને હલ્લવિહલ કૃણિકના રસૈન્યમાં આવવા લાગ્યા અને ઘણું રૌન્યને વિનાશ કરવા લાગ્યા. કારણ કે એ સેચનક હાથી સ્વપ્ન હસ્તીની જેમ કેઈથી મારી કે પકડી શકાતો નહોતો તેથી રાત્રે બધા સુઈ ગયા હોય ત્યારે આવી ઘણા સૈન્યને વિનાશ કરીને હિલવિહલ કુશળક્ષેમ પાછા ચાલ્યા જતા હતા. એક દિવસ મંત્રીઓ પ્રત્યે કૂણિકે કહ્યું કે, “આ હલ્લવિહલે તે પ્રાયે આપણા આખા સન્યને વિલુપ્ત કરી નાંખ્યું છે, તેથી તેઓને જીતવાને કાંઈ ઉપાય છે ?” મંત્રીઓ બોલ્યા કે જ્યાં સુધી એ નરહસ્તી હલવિહલ્લ સેચનક હાથી ઉપર બેસીને આવે છે, ત્યાં સુધી તેઓ કે ઈનાથી પણ જીતી શકાશે નહીં; માટે આપણે તે હસ્તીને વધ કરવાની જરૂર છે, તેથી તેના આવવાના માર્ગમાં એક ખાઈ કરી તેમાં ખેરના અંગારા સંપૂર્ણ રીતે ભરે અને તેની ઉપર આચ્છાદન કરી લઈ તેને પુલની જેમ ખબર ન પડે તેવું કરે. પછી સેચનક વેગથી દેડો આવશે, એટલે તેમાં પડી જશે અને મરણ પામશે. કૃણિકે તરત જ ખેરના અગારાથી પૂર્ણ એવી એક ખાઈ તેના આવવાના માર્ગમાં કરાવી અને તેની ઉપર આચ્છાદન કરી લીધું. હવે હíવહલ પોતાના વિજયથી ગવત થઈ સેચનક હાથી ઉપર બેસીને તે રાત્રે પણ કૃણિકના સૈન્ય પર ધસારે કરવાને વિશાળામાંથી નીકળ્યા. માર્ગમાં પેલી અંગારાવાળી ખાઈ આવી, એટલે તરતજ સેચનક તેની રચનાને વિલંગણા વડે જાણી ગયે તેથી તે તેના કાંઠા ઉપર ઊભે રહ્યો. ચલાવવાને ઘણે પ્રયાસ કર્યા છતાં જરા પણ ચાલે નહી,

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232