Book Title: Trishashti Shalaka Purush Charitra Part 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 208
________________ પર્વ ૧૦ મિ ચેટકરાના વિશાળાથી ચાલીને પિતા દેશની સીમા ઉપર જઈ ઊભો રહ્યો. સામું સૈન્ય આવી મળતાં પોતાના સૈન્યમાં દુર્ભેદ્ય સાગરયૂહની રચના કરી. ચંપાપતિ કૃણિકે પણ પૂર્વે કહ્યા પ્રમાણેની પોતાની સેના વડે શત્રુસેનાથી અભેદ્ય એવા ગરૂડવ્યુહની રચના કરી. બંને સેનામાં વિનિથી આકાશ અને અંતરીક્ષને પૂરતા હજારો ઘર સૈન્ય વાછ વાગવા લાગ્યા, અને બંને સેનામાં કીર્તિના સ્તંભ હોય તેવા સ્તબ્ધ અને સેવકોએ પ્રચલિત કરેલા ખરો વડે શખવાદકે ફરવા લાગ્યા. પ્રથમ કૃણિકના સૈન્યના નાયક કાળકુમારે ચેટકરાજાની સેના સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી. એટલે બંને સંન્યમાં ગજરૂઢે ગજરૂઢ, સ્વારે સ્વા૨, રથીએ રથી અને પત્તિએ પત્તિ યુદ્ધ કરવા લાગ્યા. ભાલાઓના ઘાતથી પડતા હાથીઓ અને ઘોડા વડે બધી પૃથ્વી, પર્વત અને શિલાઓવાળી હોય તેવી દેખાવા લાગી. ભાંગેલા રશે અને હણાયેલા વીરે વડે રૂધિરની નદીઓ જળમાનુષ અને બેટવાળી હોય તેવી દેખાવા લાગી. તે વખતે રણાંગણમાં વરકુંજના ફુરણાયમાન થતા ખોથી જાણે અસિપત્રનું વન પ્રગટ થયું હોય તેમ દેખાતું હતું. ખગથી કપાઈને ઉછળતા શુરવીરોના કરકમળો લઈને માંસભક્ષી રાક્ષસે કર્ણના આભૂષણનું કૌતુક પૂરૂં કરતાં હતા; અને સુભટના મસ્તકે ખગધારા વડે જુદા કરતાં હુંકાર કરવાવડે જાણે પિતાના ધડને લડવાની આજ્ઞા કરતા હોય તેમ જણાતું હતું. આ પ્રમાણે સમુદ્રનું વહાણ વડે અવગાહન કરે તેમ કાળકુમાર સાગરમૂહનું અવગાહન કરીને તેને પાર પામ્યાની જેમ ચેટકરાજાની પાસે આવ્યા. જ્યારે કાળ જે કાળકુમાર અકાળે પિતાની પાસે આવ્યો ત્યારે ચેટકરાજાએ વિચાર્યું કે, “વજાની જેમ આ કુમારને કઈ પણ ખલિત કરી શકયું નહીં, તેથી આ સન્મુખ આવતા કાળકુમાર કે જે રણરૂપ સાગરમાં મંદરગિરિ જે છે, તેને હું આ દિવ્ય બાણથી ક્ષણમાં નિગ્રહ કરું, આ વિચાર કરી પ્રાણરૂપ ધનને ચોરનારૂં એક બાણ છોડી ચેટકે કાળકુમારને તત્કાળ પંચત્વ પમાડી દીધો. તે સમયે કાળકુમારની જેમ સૂર્ય પણ અસ્ત પામ્ય અને ચંપાપતિનું સૈન્ય જેમ શેક્યસ્ત થયું તેમ આખું જગત પણ અંધકારથી ગ્રસ્ત થયું. તે રાત્રીએ ચંપાપતિનું સૈન્ય યુદ્ધ છેડી દીધા છતાં જાગ્રત જ રહ્યું. કેમકે અભક્ત સ્ત્રીવાળા પુરૂષની જેમ માથે બૈરવાળા પુરૂષને નિદ્રા ક્યાંથી આવે ? ચેટકરાજાના સન્યમાં તેના સુભટોએ વીરજયંતી કરી વાઈના નાદ વડે આનંદમાં નિશા નિર્ગમન કરી. - બીજે દિવસે ચંપાપતિ કૃણિકે સેનાપતિના પદ ઉપર કાળના નાના ભાઈ મહાકાળનો અભિષેક કર્યો, તેને પણ ચેડક રાજાએ કાળની જેમ મારી નાખે. એવી રી એના પતિના પદ ઉપર આવેલા શ્રેણિક રાજાના બીજા આઠ કુમારોને પણ ચેટકે એક એક દિવસે મારી નાંખ્યા એ પ્રમાણે જ્યારે પિતાની જેવા કાળ વિગેરે દશ કુમારો માર્યા ગયા ત્યારે કૃણિકે, વિચાર કર્યો કે “દેવતાના પ્રસાદથી એક બાવડે ચેટકરાજા સૌને જીતી લે છે, તેથી હવે તે કેટી મનુષ્યોથી પણ જીતી શકાશે નહીંમને ધિક્કાર છે કે, ચેટકને આ પ્રભાવ જાણયા વગર દેવ જેવા મારા દશ ભાઈઓને મેં હણાવી નાંખ્યા હવે જે યુદ્ધ કરીશ તો જે ગતિ તેમની થઈ તે ગતિ મારી પણ થશે, તેથી યુદ્ધ કરવું યોગ્ય નથી; તેમ હવે ભ્રાતૃવધ જોઈને મારે અહીંથી પાછા વળવું તે ઘટિત નથી, માટે હું પણ દેવતાનું આરાધન કરીને તેના પ્રભાવથી શત્રુને જીતી લઉં. “દિવ્ય પ્રભાવ દિવ્ય પ્રભાવ વડે જ બાવિત થાય છે.” ઉપર પ્રમાણે ઉપાય ચિંતવી હૃદયમાં કેઈ દેવનું ધ્યાન ધરીને શ્રેણિકકુમાર કૂણિક અતુમ ભક્ત કરી સ્થિતિ થે. પૂર્વ જન્મના તપથી અને તેમાં આ જન્મનું તપ મળવાથી શ દ્ર ૨૫

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232