________________
સર્ગ ૧૨ મા પરાયણ એ ચેટકરા ના મૃત્યુ પામીને સ્વર્ગને સુખનું ભાજન થયે, અહીં અશોકચંફ (કૃણિકે) ગધેડા સાથે હળને જોડી ક્ષેત્રની જેમ તે નગરીને ખેડાવીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. એવી રીતે દુસ્તર નદી જેવી તે પ્રતિજ્ઞાને તરી જઈને ચંપાપતિ મોટા ઉત્સવ સાથે નગરીમાં આવ્યું.
અન્યદા વિહારથી પૃથ્વીને પવિત્ર કરતા જગદગુરૂ શ્રી વીરપ્રભુ ચંપાનગરીએ આવીને સમવસર્યા. તે વખતે કેટલીએક શ્રેણિક રાજાની સ્ત્રીઓએ પિતાને શ્રેપુત્રોના મરણ વિગેરે કારણોથી વિરક્ત થઈને પ્રભુની પાસે દીક્ષા લીધી. ત્રણ લોકના સંશયને છેદનાર શ્રી વીરપ્રભુને વાંદવા માટે કૃણિક પણ સમવસરણમાં આવ્યું. પ્રભુને નમી યોગ્ય સ્થાને બેઠા પછી અવસર આવતાં મસ્તકે અંજલિ જોડીને તેણે પ્રભુને પૂછયું કે જેઓ જન્મથી મૃત્યુ પર્યત ભેગને છેડી દેતા નથી એવા ચક્રવતીએ અંતે કઈ ગતિમાં જાય છે? પ્રભુ બેલ્યા–તેઓ સાતમી નારકીએ જાય છે.” કૃણિકે ફરીથી પૂછ્યું, “હે પ્રભુ ! મારી શી ગતિ થશે ? પ્રભુ બોલ્યાતું મૃત્યુ પામીને છઠ્ઠી નરકે જઈશ.” કૂણિક બોલ્યો- સાતમી નરકે કેમ નહીં જાઉં? પ્રભુ બોલ્યા-‘તું ચક્રવર્તી નથી.” “પોતે ધર્મને ચગ્ય અને ઉપદેશર પ્રભુ મહાવીર છતાં કૃણકિના પુત્રોની આવી સ્થિતિ ચિંતવવા ગ્ય છે.” કૃણિકે પૂછયું, “ભગવાન ! હું ચક્રવતી કેમ નહીં ? મારે પણ ચક્રવતીને જેવી ચતુરંગ સેના છે.” પ્રભુ બોલ્યા-તારી પાસે ચક્રાદિ રત્નો નથી. એક પણ રન ઓછું હોય ત્યાં સુધી ચક્રવર્તી એવું નામ પડવું દુર્ઘટ છે.
પ્રભુની પાસેથી ઉપર પ્રમાણે સાંભળી અહંકારના પર્વતરૂપ ચંપાપતિ ત્યાંથી ઊભે થયો. અને પિતાની નગરીમાં આવીને તત્કાળ લોઢાના અકેદ્રિય સાત મહારત્નો કરાવ્યા. તેમજ વૃથ મનોરથ વડે કદર્શિત થયેલા તેણે પદ્માવતીને સ્ત્રીરત્ન માની હસ્તી વિગેરે બીજા છ પચેદ્રિય રત્નો પણ કલ્પી લીધા. પછી આખા ભરતક્ષેત્રને સાધવાને માટે મોટા પરાક્રમવાળો ફણિક ઘણા દેશો સાધતો સાધતો વતાઢયગિરિની તમિસા ગુહા પાસે રૌન્ય સહિત આવ્યા. દુદેવથી દૂષિત થયેલા અને પિતાના આત્માને નહી જાણનારા તેણે ગુહાદ્વારના કપાટ ઉપર દંડવડે ત્રણવાર તાડન કર્યું, એટલે તે ગુહાદ્વારા રક્ષક કૃતમાળદેવ છે કે-“આ મરવાને કોણ તૈયાર થયેલ છે કે જે પિતાના આત્માને નહીં ઓળખતો છતો ગુદાદ્વારને દંડથી તાડન કરે છે ?” કૃણિક બે -“અરે ! હું વિજયની ઈચ્છાએ આવ્યું છું. મને શું તું નથી ઓળખતો ? હું અશેકચંદ્ર નામે ચક્રવતી ઉત્પન્ન થયે છું, કૃતમાળદેવ બે ‘ચક્રવતી તે બાર થઈ ગયા છે, તો હવે અપ્રાર્થિત (યુ) ની પ્રાથના કરનાર તું કોણ છું. ? તારી બુદ્ધિને સ્વસ્તિ હો.” કૃણિક બે -ઘણું પુણ્ય કરવાથી હું તેરમે ચક્રવતી ઉત્પન્ન થયો છું. પુણ્યથી શું દુર્લભ છે ? અરે કૃતમાળદેવ ! તું મારું પરાક્રમ જાણતો નથી, નહીં તો આ ગુહાના દ્વાર ઉઘાડડ્યા વિના રહે જ નહિ.” આ પ્રમાણે દેવદોષથી ગ્રહણ થયેલાની જેમ અસંબદ્ધ ભાષણ કરનાર તે કૃણિકને કૃતમાળ દેવે રેષથી તત્કાળ બાળીને ભસ્મ કરી દીધું. એવી રીતે અશોકચંદ્ર (કૃણિક) રાજા મૃત્યુ પામીને છઠ્ઠી નરકે ગયે. “અરિહંતાનું વચન કદિ પણ અન્યથા થતું નથી.”
કૃણિકરો જા મૃત્યુ પામ્યાં, એટલે તેના પ્રધાન પુરુષોએ તેના પુત્ર ઉદાયનને રાજ્ય ઉપર બેસાડો. ઉદાયીરાજાએ પ્રજાનું ન્યાયમાગું પ્રતિપાલન કર્યું અને પૃથ્વી પર અખંડપ
નશાસન પ્રવર્તાવ્યું. પેતાના સ્થાનેજ રહેલા એવા તે પ્રતાપી રાજાની પ્રતાપરૂપ સૂર્યને નહી સહન કરી શકનારા શત્રુઓ ઘુવડ પક્ષીની જેમ ગિરિગુહામાં પેસી ગયા. તેને સ્વચક્ર કે પરચક્રનું ભય કદિ પણ ઉત્પન્ન થયું નહીં, પણ તે હમેશા શ્રાવકત્રતના ખંડનથી ભય પામતે રહ્યો. ચાર પર્વણીમા ચતુર્થંદિર તપ વડે શુદ્ધિને વહન કરીને તે પૌષધગૃહમાં ૧ અષ્ટમો, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા. ૨ ઉપવાસ વિગેરે.