________________
૨૦૮
સગ ૧૩ મો
બીજા પ્રકારના વિલાસેથી વેશ્યાને અનુસરશે. શ્રાવક અને શ્રાવિકાપણની હાનિ થશે, ચતુર્વિધ ધર્મને ક્ષય થશે અને સાધુ સાધ્વીને પર્વ દિવસે કે સ્વને પણ નિમંત્રણ નહીં થાય. ખોટાં તેલ તથા ખોટા માન ચાલશે, ધર્મમાં પણ શઠતા થશે અને પુરૂષ દુઃખી ને દુર્જને સુખી થશે, મણિ, મંત્ર, ઔષધી, તંત્ર, વિજ્ઞાન, ધન, આયુષ્ય, ફળ, પુષ્પ, રસ, રૂપ, શરીરની ઉંચાઇ, ધર્મ અને બીજા શુભ ભાવની પાંચમાં આરામાં પ્રતિદિન હાનિ થશે, અને તે પછી છઠ્ઠા આરામાં તો અધિક હાનિ થશે. એ પ્રમાણે પુણ્યના ક્ષયવાળ કાળ પ્રસરતાં જેની બુદ્ધિ ધર્મમાં રહેશે તેનું જીવિત સફળ ગણાશે. આ ભારતક્ષેત્રમાં દુષમકાળમાં છેલ્લા દુપ્રસહ નામે આચાર્ય, ફલ્ગશ્રી નમે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, વિમલવાહન નામે રાજા અને સંમુખ નામે મંત્રી થશે. બે હાથ પ્રમાણુ શરીર થશે, વીશ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય થશે અને દુ:પ્રસાદિ ચારેથી ઉત્કૃષ્ટ છને તપ બની શકશે. દશવૈકાલિકના વેત્તા તે ચૌદ પૂર્વ ધારી જેવા ગણાશે અને એવા મુનિએ દુપ્રસહસૂરિ પર્યત સંઘરૂપ તીર્થને પ્રતિબધ કરશે તે કારણુ માટે ત્યાં સુધી જે કેમે ધર્મ નથી એવું બેલે તેને સંઘ બહાર મૂક. દુ:પ્રસહાચાર્ય બાર વર્ષ ગૃહવાસમાં અને આઠ વર્ષ દીક્ષામાં નિર્ગમન કરી છેવટે અઠ્ઠમ તપ કરી મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં જશે. તે દિવસે પૂર્વાહને ચારિત્રને, મધ્યાહુને રાજધર્મને અને અપરાને અગ્નિને ઉચછેદ થઈ જશે.
એવી રીતે એકવીશ હજાર વર્ષના પ્રાણવાળે દુષમકાળ વ્યતીત થયા પછી તેટલા જ પ્રમાણવાળો એકાત દુષમ દુઃષમ કાળ પ્રવર્તાશે. તેમાં ધર્મ તત્ત્વ નષ્ટ થતાં હાહાકાર થઈ રહેશે પશુની જેમ માતા પુત્રની વ્યવસ્થા મનુષ્યમાં પણ રહેશે નહીં. રાત્રીદિવસ કઠોર અને ઘણી રજવાળા અનિષ્ટ પવનો વાયા કરશે તેમ જ દિશાઓ ધૂમ્રવણ થવાથી ભયંકર લાગશે. ચંદ્ર અત્યંત શીતળતા મૂકશે અને સૂર્ય અતિ ઉષ્ણતાથી તપશે, તેવી અતિ શીત અને અતિઉણતાથી પરાભવ પામેલા લોકો અત્યંત કલેશ પામશે. તે સમયે વિરસ થયેલા મેઘ ક્ષાર, આશ્લ, વિષ, અગ્નિ અને વજનમય થઈ તે તે રૂપે વૃષ્ટિ કરશે. જેથી લોકોમાં કાસ, શ્વાસ, શૂળ, કષ્ટ, કૂદ, જળે ઠર, જવર, શિરોવ્યથા અને બીજા પણ કેટલાક રોગો ઉત્પન્ન થશે. જળચર, સ્થળચર અને ખેચર તિર્યંચે મહા દુ:ખે રહેશે, ક્ષેત્ર, વન, આરામ, લતા, વૃક્ષ અને ઘાસનો ક્ષય થઈ જશે. વૈતાઢયગિરિ, ઋષભકૂટ અને ગંગા તથા સિંધુ નદી સિવાય બીજા બધા ગિરિઓ ખાડાઓ અને સરિતાએ સપાટ થઈ જશે. ભૂમિ અંગારાના ભાઠા જેવી ભસ્મરૂપ થશે; તેમજ કેઈ સ્થાને અતિ ધૂળવાળી અને કઈ સ્થાને ઘાટા કીચડવાળી થશે. મનુષ્યના શરીર એક હાથના પ્રમાણવાળા અને માઠા વર્ણવાળા થશે તેમજ પુરૂ
ને શ્રી નિષ્ફર વાણી બોલનાર, રોગાત્ત, ક્રોધી, લાંબા દેખાવના ચપટી, નાસિકાવાળા, નિર્લજ અને વસ્ત્ર રહિત થશે. પુરૂષનું આયુષ્ય ઉત્કૃષ્ટ વીશ વર્ષનું અને સ્ત્રીઓનું સેળ વર્ષનું થશે. તે સમયમાં સ્ત્રી છ વર્ષની વયમાં ગર્ભ ધારણ કરી દુઃખે પ્રસવ કરશે. સોળ વર્ષે તે ઘણું પુત્ર પૌત્રવાળી થશે અને વૃદ્ધા ગણાશે. વૈતાઢયગિરિની નીચે તેને લગતા બીલમાં નિવાસ થશે. ગંગા ને સિંધુ બંને નદીના તટ ઉપર શૈતાઢયની બંને તરફ નવ નવ બીલ છે કુલ બહોતેર બીલ છે તેમાં તેઓ રહેશે. તિર્યંચ જાતિ બધી માત્ર બીજરૂપે રહેશે. તે વિષમકાળે સર્વ મનુષ્ય તથા પશુઓ માંસાહારી, ક્રૂર અને નિવિવેકી થશે, ગંગા અને સિંધુ નદીને પ્રવાહ ઘણુ મત્સ્ય કચ્છપવાળો અને માત્ર રથના પૈડાં જેટલે રહેશે. તેમાંથી લોકો માત્ર માછલાને કાઢીને સ્થળ ઉપર મૂકી રાખશે. તે દિવસે સૂર્યના તાપથી પાકી જશે. એટલે રાત્રે તેમનું ભક્ષણ કરશે. એવી રીતે તેને નિર્વાહ