Book Title: Trishashti Shalaka Purush Charitra Part 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 225
________________ ૨૧૦ સર્ગ ૧૩ નામે ઓગણીશમાં તીર્થકર થશે. કર્ણને જીવ વિજય નામે વશમાં તીર્થકર થશે. નારદને જીવ મલ નામે એકવીસમા તીર્થંકર થશે. અબડનો જીવ દેવ નામે બાવીસમા તીર્થંકર થશે. બારમાં ચકવતી બ્રહ્મદત્તનો જીવ અનંતવીર્ય નામે વેવીશમાં તીર્થકર થશે. અને સ્વાતિને જીવ ભદ્રકૃત નામે ચોવીશમાં તીર્થકર થશે. ૧ તેટલા સમયમાં દીર્ઘદંત, ગુઢદંત, શુદ્ધદંત, શ્રીચંદ્ર, શ્રીભૂતિ, શ્રીમ, પદ્મ, મહાપદ્ધ, દશમ, વિમળ, વિમળવાહન અને અરિષ્ટ–એ બાર ચક્રવર્તી થશે. નંદી, નંદિમિત્ર, સુંદરબાહુ, મહાબાહુ, અતિ બળ, મહાબળ, બળ, દ્વિપૃષ્ટ અને ત્રિપૃષ્ટ-એ નવ અર્ધચક્રી (વાસુદેવ) થશે. જયંત, અજિત, ધર્મ, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન પદ્ધ અને સંકર્ષણ એ નવ બળરામ થશે અને તિલક, લેહજંઘ, વાજંઘ, કેશરી, બલિ, અલ્હાદ અપરાજિત, ભીમ અને સુગ્રીવ-એ નવ પ્રતિવાસુદેવ થશે. આ પ્રમાણે ઉત્સર્પિણી કાળમાં ત્રિષષ્ટિ શલાકા પુરૂ થશે.” આ પ્રમાણે કહી રહ્યા પછી શ્રી વીરપ્રભુને સુધર્મા ગણધરે પૂછયું કે, “હે સ્વામિન્ ! કેવળજ્ઞાન રૂપી સૂય કયારે અને કોના પછી ઉચ્છદ પામશે ?' પ્રભુ બેલ્યા–“મારા મોક્ષગમન પછી કેટલેક કાળે જ બૂ નામના તમારા શિષ્ય છેલ્લા કેવળી થશે, તેના પછી કેવળજ્ઞાન ઉચ્છેદ પામશે. કેવળજ્ઞાન ઉચ્છદ પામતાં કેઈને મન:પર્યાય જ્ઞાન પણ નહીં થાય. પુલાક લબ્ધિ કે પરમાવધિજ્ઞાન પણ નહિ થાય, ક્ષપક શ્રેણી અને ઉપશમ શ્રેણી બંને વિનાશ પામશે, તેમજ આહા૨ક શરીર, જિનક૯૫ અને ત્રિવિધ સંયમ પણ નહિ રહે. તેમના શિષ્ય પ્રભવ ચૌદપૂર્વધારી થશે અને તેના શિષ્ય શઐભવ પણ દ્વાદશાંગીન પારગામી થશે તે પૂર્વમાંથી ઉદ્ધરીને દશવૈકાળિક સૂત્ર રચશે. તેના શિષ્ય યશોભદ્ર સર્વ પૂર્વધારી થશે. અને તેના શિષ્ય સંભૂતિવિજય ને ભદ્રબાહુ પણ ચૌદપૂવ થશે. સંભૂતિવિજયના શિષ્ય સ્થૂલભદ્ર ચૌદપૂવ થશે. ત્યારપછી છેલ્લાં ચાર પૂર્વ ઉછેદ પામી જશે. ત્યારપછી મહાગિરિ અને સુહસ્તિથી તે વજસ્વામી સુધી આ તીર્થના પ્રવર્ત કે દશ પૂર્વધર થશે.” આ પ્રમાણે ભવિષ્યની હકીકત કહીને શ્રીવીરપ્રભુ સમવસરણમાંથી બહાર નીકળ્યા અને હસ્તિપાળ રાજાની શુલ્ક ( દાણ લેવાની) શાળામાં ગયા. તે દિવસની રાત્રે જ પિતાને મોક્ષ જાણુને પ્રભુએ વિચાર્યું કે, “અહો ! ગૌતમને નેહ મારા ઉપર અત્યંત છે અને તે જ તેમને કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં અંતરાય કરે છે, તેથી તે નેહને મારે છેદી નાખવું જોઈએ. આવું વિચારી તેમણે ગૌતમને કહ્યું-ગૌતમ! અહીંથી નજીકના બીજા ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ છે, તે તમારાથી પ્રતિબોધ પામશે, માટે તમે ત્યાં જાઓ.” તે સાંભળી જેવી આપની આજ્ઞા એમ કહી ગૌતમ વીરપ્રભુને નમીને તરત જ ત્યાં ગયા અને પ્રભુનું વચન સત્ય કર્યું અર્થાત તેને પ્રતિબોધ પમાડયો. અહીં કાત્તિ, માસની અમાવાસ્યાની પાછલી રાત્રે ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં આવતાં છઠને તપ કરેલો છે એવા શ્રી વિરપ્રભુએ પંચાવન અધ્યયન પુણ્યફળવિપાક સંબંધી અને પંચાવન અધ્યયન પાપફળવિપાક સંબંધી કહ્યા. પછી છત્રીશ અધ્યયન અપ્રશ્નવ્યાકરણ એટલે કોઈના પૂછળ્યા વિના કહી, છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા લાગ્યા. તે સમયે આસનકંપથી પ્રભુને મોક્ષસમય જાણી સર્વ સુર ને અસુરના ઇદ્રો પરિવાર સહિત ત્યાં આવ્યા. પછી જેના નેત્રમાં ૧ આ ચોવીશીમાં પૂર્વભવી જીવ વિગેરેમાં પાઠાંતરે છે, તેને નિર્ણય અહીં થઈ શકે તેમ નથી. ૨ પરિહાર વિશદ્ધ, સૂક્ષમ સંપાશય અને યથાખ્યાત એ ત્રણ ચારિત્રો. ૩. આ દેશના રીવાજ પ્રમાણે આસો વદિ અમાવાસ્યાંએ.

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232