________________
૨૧૧
પર્વ ૧૦ મું અશ્રુ આવેલા છે એવા શદ્ર પ્રભુને પ્રણામ કરી અંજલિ જોડીને સંભ્રમ વડે આ પ્રમાણે કહ્યું કે-“નાથ ! તમારા ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનમાં હસ્તોત્તરા નક્ષત્ર હતું, આ વખતે તેમાં ભસ્મક ગ્રહ સંક્રાંત થવાનો છે. તમારા જન્મનક્ષત્રમાં સંક્રમે તે ગ્રહ બે હજાર વર્ષ સુધી તમારા સંતાન (સાધુ સાધ્વી)ને બાધા ઉત્પન્ન કરશે. માટે તે ભસ્મકગ્રહ આપના જન્મનક્ષત્રે સંકમે ત્યાં સુધી આપ રાહ જુઓ કે જેથી તમારી દષ્ટિએ સંક્રમણ થાય તો તમારા પ્રભાવથી તે નિષ્ફળ થઈ જાય. જે બીજાઓ પણ તમને હૃદયમાં ધારણ કરે છે તેઓના કુસ્વપ્ન, અપશુકન અને કુગ્રહ પણ શ્રેષ્ટપણાને પામી જાય છે, તો હે સ્વામિન !
જ્યાં તમે સાક્ષાત્ રહ્યા છે ત્યાં તે વાત જ શી કરવી. માટે પ્રસન્ન થઈને ક્ષણવાર ટકા કે જેથી તે દુહને ઉપશમ થઈ જાય.” પ્રભુ બોલ્યા- “હે શકેંદ્ર! આયુષ્યને વધારવાને કઈ પણ સમર્થ નથી. તે તું જાણે છે તે છતાં તીર્થના પ્રેમથી મેહિત થઈને આમ કેમ બેલે છે ? આગામી દુષમકાળની પ્રવૃત્તિથી જ તીર્થને બાધા થવાની છે. તેમાં ભવિતવ્યતાને અનસરીને આ ભસ્મક ગ્રહનો પણ ઉદય થયો છે. એવી રીતે ઇંદ્રને સમજાવીને સાડા છ માસે ઉણું ત્રીશ વર્ષ પર્યત કેવળજ્ઞાન પર્યાય પાળી, પર્યકાસને બેઠેલા પ્રભુએ બાદર કાયાગમાં રહી, બાદર મનગ અને વચનગને રૂંધ્યા. પછી સૂક્ષ્મ કાયગમાં સ્થિત થઈ ગવિચક્ષણ પ્રભુએ બાર કાયાગને પણ રૂંધી લીધે. પછી વાણુ તથા મનના સૂક્ષમ ચાગને પણ ક્યા. એવી રીતે સુક્ષમ ક્વિાવાળું ત્રીજુ શુકલધ્યાન પ્રાપ્ત કર્યું. પછી સુક્ષ્મ તનગને પણ રૂંધી જેમાં સર્વ ક્રિયાને ઉચ્છેદ થાય છે એવા સમુછિન્નક્રિય નામના ચોથા. શુકલધ્યાનને ધારણ કર્યું. પછી પાંચ હૂસ્વાક્ષરને ઉચ્ચાર કરીએ તેટલા કાળમાનવાળા અત્યભિચારી એવા શુકલધ્યાનના ચોથા પાયાવડે એરંડના બીજની જેમ કર્મબંધ રહિત થયેલા પ્રભુ યથાસ્વભાવ ઋતુ ગતિવડે ઉર્ધ્વગમન કરી મૂક્ષને પ્રાપ્ત થયા. તે વખતે જેઓને એક લવમાત્ર સુખ કદી પણ પ્રાપ્ત થતું નથી તેવા નારકીને પણ ક્ષણમાત્ર સુખ થયું. તે કાળે ચંદ્ર નામે સંવત્સર પ્રીતિવર્ધ્વન નામે માસ, નંદિવર્ધ્વન નામે પક્ષ અને અગ્નિવેશ નામે દિવસ હતો. તેનું બીજુ નામ ઉપશમ હતું. તે રાત્રિનું નામ દેવાનંદા હતું, તેનું બીજુ નામ નિરતિ પણ હતું. વખતે અચે નામે લવ, શૃંદ્ર નામે પ્રાણ, સિદ્ધ નામે સ્તોક અને સર્વાર્થસિદ્ધ નામે મુહૂર્ત તેમ જ નાગ નામે કારણ હતું. તે સમયે ન ઉદ્ધારી શકાય તેવા અતિ સૂક્ષ્મ કુંથુઓ ઉત્પન્ન થયા, તે સ્થિર હોય ત્યારે દષ્ટિગ્રાહ્ય પણ થતા નહોતા; જ્યારે હાલતા ચાલતા ત્યારેજ દૃષ્ટિએ પડતા હતા. તે જોઈને હવે સંયમ પાળવું મુશ્કેલ છે એમ વિચારીને ઘણું સાધુ અને સાધ્વીઓએ અનશન કર્યું, પ્રભુના નિર્વાણને જાણીને તે સમયે ભાવદીપકને ઉચ્છેદ થવાથી સર્વ રાજાઓએ દ્રવ્ય દીપક કર્યા. ત્યારથી લોક માં દીપોત્સવીનું પર્વ પ્રવત્યુ, અદ્યાપિ તે રાત્રે લોકોમાં દીવા કરવામાં આવે છે.
તે સમયે જગદ્દગુરૂના શરીરને દેવતાઓએ નેત્રમાં અશ્રુ લાવીને પ્રણામ કર્યા અને પિતે અનાથ થઈ ગયા તેનો શેક કરતા છતા પાસે ઊભા રહ્યા. પછી શકે ઢે વૈર્ય ધારણ કરીને નંદનવન વિગેરે સ્થાનકેથી દેવતાઓ પાસે ગોશીષચંદનના કારણે મંગાવ્યાં અને તેના વડે એક ચિતા રચી. પછી ક્ષીરસાગરના જળથી પ્રભુના શરીરને રિનાન કરાવ્યું, અને ઈન્ડે પિતાને હાથે દિવ્ય અંગરાગ વડે વિલેપન કર્યું. પછી દિવ્ય વસ્ત્ર ઓઢાડી જાણે નયનાશ્રેથી ફરી ત્વવરાવતા હોય તેમ અપૂર નેત્રે શકે ઢે પ્રભુના શરીરને ઉપાડયું અને સુરાસુરેએ
૧ શુકલ ધ્યાનને ત્રીજો પા. ૨ શુકલધ્યાનના ચોથા પાયાને.