________________
૨૧૨
સર્ગ ૧૩ માં સાથુનયને જોતાં તેને શ્રેષ્ઠ વિમાન જેવી શિબિકામાં પધરાવ્યું. પછી મહાપ્રયાસે શેકને રેકીને પ્રભુના શાસનને ધારણ કરે તેમ ઈ દ્રોએ તે શિબિકા ઉપાડી. તે સમયે દેવતાઓ બંદિજનની જેમ જય જય ધ્વનિ કરતા તેની ઉપર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા તેમજ પિતાના નેત્રકમળના જળની જેમ સુગંધી જળની વૃષ્ટિથી ચારે બાજુ ભૂમિતળ ઉપર સિંચન કરવા લાગ્યા. ગંધર્વ દેવે પ્રભુના ગુણને વારંવાર સંભારીને ગંધર્વોની જેમ તારસ્વરથી ગાવા લાગ્યા. સેંકડે દેવતાઓ મૃદંગ અને પશુવ વિગેરે વાદ્યોને શેકથી પિતાના ઉસ્થળની જેમ તાડન કરવા લાગ્યા. પ્રભુની શિબિકા આગળ શેકથી ખલિત થતી દેવાંગનાઓ અભિનવ નર્તકીઓની જેમ નૃત્ય કરતી ચાલવા લાગી. ચતુર્વિધ દેવતાઓ દિવ્ય રેશમી વસ્ત્રોથી, હારાદિ આભૂષણે થી અને પુષ્પમાળાઓથી પ્રભુની શિબિકાનું પૂજન કરવા લાગ્યા અને શ્રાવકો તથા શ્રાવિકા એ ભક્તિ અને શેકથી આકુળવ્યાકુળ થઈ રાસડાના ગીત અને રૂદન કરવા લાગ્યા. તે સમયે સાધુ અને સાધ્વીના હૃદયમાં શોકે મોટું સ્થાન કર્યું. “સૂર્યને અસ્ત થતાં ગાઢ નિદ્રા પ્રાપ્ત થાય જ છે.” પછી શોકરૂપ શ કુથી વિદીર્ણ થતા હદયવાળા છે કે પ્રભુના શરીરને ચિતા ઉપર મૂકયું. અગ્નિકુમાર દેએ તેમાં અગ્નિ પ્રજવલિત કર્યો અને તેને વિષ પ્રદિપ્ત કરવાને વાયુકુમારે એ વાયુ વિકલ્પે. અન્ય દેવતાઓએ સુગંધી પદાર્થો અને ધૃત તથા મધુના સેંકડે ઘડા અગ્નિમાં ક્ષેપક કર્યા. પછી જ્યારે પ્રભુના શરીરમાંથી માંસાદિક દગ્ધ થઈ ગયા ત્યારે મેઘકુમાર દેવોએ ક્ષીરસાગરના જળવડે ચિતાને બુઝાવી દીધી. એટલે શક અને ઈશાન ઈદ્દે પ્રભુની ઉપરની દક્ષિણ અને વામ દાઢાઓ લીધી અને ચમરે તથા બલિઈ નીચેની બે દાઢાઓ ગ્રહણ કરી. બીજા ઈદ્રો અને દેવતાઓ બીજા દાંત અને અસ્થિ લઈ ગયા. મનુષ્ય કલ્યાણને અર્થે તેમની ચિતાની ભસ્મ લઈ ગયા. પછી દેવતાઓએ તે ચિતાને સ્થાને કલ્યાણ સંપત્તિના સ્થાનરૂપ એક રત્નમય સૂપ ર.
આ પ્રમાણે શ્રી વિરપ્રભુનો નિર્વાણમહિમા કરીને સર્વે ઈન્દ્રો તથા દેવતાઓ નંદીશ્વર દ્વીપે ગયા, અને ત્યાં શાશ્વત પ્રતિમાઓનો અષ્ટાહ્િનક ઉત્સવ કર્યો. પછી પોતપોતાને સ્થાનકે જઈને પોતપોતાના વિમાનમાં મણિમય (માણવક) સ્તંભની ઉપર રહેલા વિજય ગોળ દાબડામાં પ્રભુની દાઢાએ તથા અસ્થિને સ્થાપન કર્યા.
ગૃહસ્થપણામાં ત્રીસ વર્ષ અને વ્રતમાં બેંતાળીસ વર્ષ એમ બેતેર વર્ષનું આયુષ્ય શ્રીવીર પ્રભુએ પૂર્ણ કર્યું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢી વર્ષ વ્યતીત થયે છતે શ્રીવીરપ્રભુનું નિર્વાણ થયું.
અહીં શ્રી ગૌતમ ગણધર દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને પાછા ફર્યા, એટલે માર્ગમા દેવતાઓની વાર્તાથી પ્રભુના નિર્વાણના ખબર સાંભળ્યા. તે ઉપરથી તે ચિત્તમાં વિચારવા લાગ્યા કે, “એક દિવસમાં નિર્વાણ હતુ તે છતાં અને પ્રત્યે ! મને શા માટે દૂર મોકલે? અરે જગત્પતિ ! મેં આટલા કાળ સુધી તમારી સેવા કરી પણ અંતકાળે મને તમારા દર્શન થયા નહીં તેથી હું સર્વથા અધન્ય છું; જે તે વખતે આપની સેવામાં હાજર હતા તેમને ધન્ય છે. અરે ગૌતમ! તું ખરેખર વજી મય છું, વા વાથી પણ અધિક કઠીન છું કે જેથી પ્રભુનું નિર્વાણ સાંભળીને પણ તારા હૃદયના સેંકડે કકડા થઈ જતા નથી ! અથવા હે પ્રભો! હું અત્યારસુધી બ્રાંત થઈ ગયે કે જેથી આ નિરાગી અને નિર્મમ એવા પ્રભુમાં મેં રાગ અને મમતા રાખી. તે રાગ-દ્વેષ વિગેરે સંસારના હેતુ છે, તેને ત્યાગ કરાવવા માટે જ એ પરમેષ્ટીએ મારે ત્યાગ કર્યો હશે, માટે એવા મમતા રહિત પ્રભુમાં મમતા રાખવાથી