________________
૨૦૬
સગ ૧૩ મે
સ્તૂપને જોઈ પાર્શ્વસ્થ જનને પૂછશે કે ‘આ સ્તૂપ કેણે કરાવ્યા છે!' તેએ જણાવશે કે, પૂર્વે ધનથી કુબેરભ’ડારી જેવા નદ નામે વિશ્વવિખ્યાત રાજા થઈ ગયા છે, તેણે આ સ્તૂપાની નીચે ઘણું સુવણું નાખ્યુ છે, પણ તે લેવાને કાર્ય રાજા અદ્યાપિ સમથ થયા નથી,’ તે સાંભળી સ્વભાવથી જ અતિ લુબ્ધ એવા કલ્કીરાજા તે સ્તૂપને ખેાદાવશે અને તેની નીચેથી સુવર્ણ લઇ લેશે. પછી તે દ્રવ્યના અી થઈ આખુ શહેર ખાદાવો. અને બધા રાજાને તૃણુની જેવા ગણશે. કલ્કીએ ખાદેલી તે નગરીની ભૂમિમાંથી લવણુદેવી નામે એક શિલા મયી ગાય નીકળશે. તેને ચૌટામાં ઊભી રાખવામાં આવશે. તે પેાતાના પ્રભાવ બતાવવા માટે ભિક્ષા સારૂ કરતા મુનિઓને પેાતાના ભૃગના અગ્રભાગથી સંઘટ્ટ કરશે. તે ઉપરથી સ્થવિરા કહેશે કે, ‘આ ભવિષ્યમાં જળના મહા ઉપદ્રવ થવાનુ સૂચવે છે, તેથી આ નગરી છેડીને ચાલ્યા જવુ યાગ્ય છે.” તે સાંભળી કેટલાએક મહર્ષિ એ ત્યાંથી વિહાર કરીને ચાલ્યા જશે; અને કેટલાએક તેા ભાજન વસ્ત્ર વિગેરેના લાલુપી ત્યાં જ રહેશે અને મેલશે કે, ‘કને વશ એવા કાળયેાગે જે કાંઈ શુભ કે અશુભ થાય તેને અટકાવવાને જિનેશ્વર પણ સમ નથી.” પછી દુષ્ટ કલ્કી સર્વ પાખડીઓની પાસેથી કર લેશે; તે તેને આપશે, કારણ કે તેઓ તા સાર’ભપરિગ્રહી હેાય છે. પછી લુબ્ધ કલ્કી બીજા પાખડીએએ કર આપ્યા અને તમે કેમ આપતા નથી ?' આ પ્રમાણે કહીને સાધુઓને પણ રૂધરો. સાધુએ તેને કહેશે કે, “રાજન ! અમે તેા નિષ્કિંચન છીએ અને ભિક્ષા માગીને ખાનારા છીએ. તેા ધ લાભ સિવાય તમને ખીજુ શું આપીએ? પુરાણમાં કહ્યું છે કે, બ્રહ્મનિષ્ટ તપસ્વીઓનું રક્ષણ કરનાર રાજાને તેમના પુણ્યના છઠ્ઠો ભાગ મળે છે, તેથી હે રાજન! આ દુષ્કૃત્યથી વિરામ પામે, કેમકે તમારા આ વ્યવસાય શહેર અને દેશના અશુભને માટે છે.” આવાં મુનિનાં વચન સાંભળી તત્કાળ કલ્કી કાપ કરશે અને ભ્રકુટી ચઢાવી વિકરાળ મુખ કરી યમરાજના જેવા ભય કર દેખાશે, તે વખતે નગરદેવતા તેને કહેશે કે, અરે કલ્કી ! શુ તારી મરવાની ઈચ્છા છે કે જેથી આવા મુનિએની પાસેથી પણ દ્રવ્યની યાચના કરે છે ?” દેવતાનાં આ પ્રમાણેનાં વચનથી સિંહન! નાદથી હસ્તીની જેમ ભય પામેલા કલ્કી નમસ્કાર પૂર્વક તે સાધુઆને ખમાવશે. ત્યારપછી કલ્કીરાજાના નગરના ભય સૂચવનારા મેાટા ભય કર ઉત્પાતા પ્રતિદિન થવા માંડશે, સત્તર દિવસ સુધી અહેારાત્ર મેઘ વશે; તેથી ગગાના પ્રવાહ વૃદ્ધિ પામીને કલ્ટીના નગરને ડુબાડી દેશે. તે વખતે માત્ર પ્રાતિપદ નામે આચાયૅ, કેટલાક સ’ઘના લાકો, કાઈક નગરજને અને કલ્કીરાજા 'ચે સ્થળે ચડી જવાથી બચશે. ખાકી ગંગાના પ્રસરતા પ્રવાહમાં ઘણા નગરવાસીઓ તત્કાળ ડુબીને મૃત્યુ પામી જશે, પછી જ્યારે જળના ઉપસ વિરામ પામશે ત્યારે કલ્કી નના દ્રવ્યથી ફરીવાર નવું નગર વસાવશે. તેમાં સારાં સારાં મકાના બંધાવશે, સાધુએ વિહાર કરશે, સમય પ્રમાણે ધાન્યની ઉત્પત્તિના કારણભૂત મેઘ વરસશે, એક દમડામાં કુંભ ભરીને ધાન્ય માશે, તો પણ લેાકેા ધાન્ય ખરીદશે નહી, એવી રીતે કલ્કીના રાજ્યમાં પચાસ વર્ષ સુધી સુભિક્ષ રહેશે. એમ કરતાં કરતાં જ્યારે કલ્કીનું મૃત્યુ નજીક આવશે ત્યારે તે પાછા બધા પાખડીઓના વેષ છેડાવી દેશે અને ઘણા ઉપદ્રવ કરશે. સંધ સહિત પ્રાતિપદ આચાય ને ગાયના વાડામાં પૂરીને તેમની પાસેથી એ દુરાશય કલ્કી ભિક્ષાના છઠ્ઠો ભાગ માગશે. એટલે સંઘ શક્રેદ્રની આરાધના કરવાને માટે કાયાત્સગ કરશે. તે વખતે શાસનદેવી આવીને કહેશે કે હે કલ્કી ! આ તારૂ કામ તારી કુશળતાને માટે નહીં થાય.' સ`ઘે કરેલા કાયાત્સર્ગના પ્રભાવથી ઈંદ્રનુ આસન ચલિત થતાં તે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઇને ત્યાં આવશે. પછી સભા વચ્ચે મોટા સિંહાસનપર બેઠેલા કલ્કીને શક્રેન્દ્ર કહેશે કે, “હે રાજન્ ! તેં આ સાધુઓને કેમ પૂર્યા છે” કલ્કી કહેશે કે,