________________
૧ ૧૦ સ
૨૦૧
સામાયિક લઈ સ્વસ્થપણે રહેતો. અરિહંત દેવ અને સાધુ ગુરૂ' એટલા શબ્દોનુ ધ્યાન મત્રાક્ષરની જેમ રાત્રીદિવસ તેના હૃદયમાંથી કદી પણ ખસતું નહી. તે ઉયવાન ઉદાયીરાજા દયાળુ છતા અખંડિત આજ્ઞાએ સદા ત્રિખ'ડ પૃથ્વી પર રાજ્ય કરતા હતા; અને એ સદ્દબુદ્ધિ વીર શ્રીવીરપ્રભુની અમૃત જેવી ધર્માં દેશનાનુ` વારવાર આચમન કરીને પેાતાના આત્માને પવિત્ર કરતા હતા.
કેવળજ્ઞાનની ઉત્પત્તિથી માંડીને વિહાર કરતાં ચરમ તીર્થંકર શ્રી વીરપ્રભુને સૌદહજાર મુનિ, છત્રીશ હજાર શાંત હૃદયવાળી સાધ્વીએ, ત્રણસા ચૌદપૂર્વ ધારી શ્રમણા, તેરસે અવધિજ્ઞાની, સાતસો વૈક્રિય લબ્ધિવાળા, તેટલા જ કેવળી અને તેટલા જ અનુત્તર વિમાને જનારા, પાંચસો મન:પર્યવજ્ઞાની, ચૌદસા વાદી, એક લાખ ને એગણસાઠ હજાર શ્રાવકો અને ત્રણુલાખ ને અઠાર હજાર શ્રાવિકાએ એટલેા પરિવાર થયા.
ગૌતમ અને સુધર્મા ગણધર સિવાય બીજા નવ ગણુધરા માક્ષે ગયા પછી સુર અસુર અને નરેશ્વરાએ જેમના ચરણકમળ સેવેલા છે એવા શ્રી વીર ભગવંત પ્રાંતે અપાપાનગરીએ પધાર્યા.
****************************
॥ इत्याचार्य श्री हेमचंद्रसूरिविरचिते श्री त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि देबताकृत रेणु वृष्ट-प्रद्योतस्थापितजीवितस्वामिप्रतिमासहित वित्तभय पुरस्थगमन - अमय प्रव्रज्या - कूणिक चरित्र - चेटक चरित्र - उदायिराज्य - श्री महावीरपरिवार वर्णनो નામ દાગઃ સર્વઃ ॥ ૨॥ *************************